માનચેસ્ટર: પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ફાસ્ટ બોલર વસીમ અકરમે પોતાની સાથે થયેલા એક કડવા અનુભવને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. ઈંગ્લેન્ડના માનચેસ્ટર એરપોર્ટ પર વસીમ અકરમ સાથે ગેરવર્તણુંક થઈ હતી. અકરમે જણાવ્યું હતું કે, એરપોર્ટ પ્રંશાસને તેની ડાયાબિટીસની દવાઓની યોગ્ય રીતે દેખરેખ કરી ન હતી. દર્દીઓને ઈન્સ્યુલિનને કોલ્ડ કેસમાં લઈ જવાનો હોય છે પરંતુ અકરમને તેને બેગમાંથી કાઢીને પ્લાસ્ટિકની કોથળીમાં રાખવા માટે કહેવામાં આવ્યું હતું.

અકરમ 1997થી ટાઈપ 1 ડાયાબિટીસનો દર્દી છે. તે સમયે પાકિસ્તાની ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો અને પોતાના કેરિયરમાં ચરમ પર રમી રહ્યો હતો. તે ત્યારે પણ દિવસમાં અનેક વખત ઈન્સ્યુલિનના ઈન્જેક્શન લેતો હતો.

અકરમે લખ્યું હતું કે, ઈંગ્લેન્ડના માન્ચેસ્ટર એરપોર્ટ પર મારું દિલ તૂટી ગયું હતું. હું દુનિયાભરમાં ઈન્સ્યુલિનની સાથે સફર કરું છું અને ત્યાં જે થયું તેનાથી મારું દિલ તૂટી ગયું હતું. મારી સાથે ખુબ જ ઉદ્ધતાઈભર્યા વર્તનથી વાત કરવામાં આવી હતી.


ઈન્સ્યુલિનને કોલ્ડ કેસમાંથી કાઢઈને પ્લાસ્ટિકની બેગમાં રાખવામાં આવ્યું હતું. ડાયાબિટીસની બિમારી બાદ પણ ફાસ્ટ બોલર વસીમ અકરમે દુનિયાભરના બેટ્સમેનોને પરેશાન કર્યાં હતા.