લાહોરઃ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન રઘવાયું થયું છે અને ભારત પર અનેક પ્રકારના આરોપ લગાવી રહ્યા છે. પાકિસ્તાની જનતાને સંબોધિત કરતા ઈમરાન ખાને અપીલ કરી હતી કે, પાકિસ્તાની લોકો કાશ્મીરી લોકોના સમર્થનમાં આવે અને શુક્રવારે વિરોધ કરે. ઈમરાનની આ અપીલ પર પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી આગળ આવ્યો છે.



આફ્રિદીએ આજે ટ્વિટ કરીને લખ્યું, આ શુક્રવારે મજાર-એ-કાઇદ નજીક બપોરે 12 વાગે ઉભો રહીશ. આ ઉપરાંત 6 સપ્ટેમ્બરે એક શહીદના ઘરે પણ જઈશ. એટલું જ નહીં ટૂંક સમયમાં લાઇન ઓફ કંટ્રોલની પણ મુલાકાત લઇશ.


શાહિદ આફ્રિદી આ પહેલા પણ જમ્મુ-કાશ્મીરના મુદ્દે આવા નિવેદન આપી ચુક્યો છે, જેના પર ઘણો વિવાદ થયો હતો. માત્ર આફ્રિદી જ નહીં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદ, બોક્સર આમિર ખાન પણ ઈમરાન ખાનના સમર્થનમાં આવ્યા હતા અને લાઇન ઓફ કંટ્રોલ પણ જવાની વાત કરી હતી.



ગત વર્ષે નવેમ્બરમાં લંડનમાં આયોજિત એક ઈવેન્ટમાં શાહિદ આફ્રિદીએ કહ્યું હતું કે, પાકિસ્તાનને કાશ્મીર નથી જોઈતું, કારણકે તેના ખુદના ચાર પ્રાંત પણ સંભાળી શકતા નથી. તેણે એમ પણ કહ્યું હતું કે, કાશ્મીર એક સ્વતંત્ર પ્રાંત રહેવો જોઈએ.

ભારત-પાકિસ્તાન વચ્ચે આ તારીખે થશે યુદ્ધ, પાકિસ્તાનના મંત્રીએ કરી ભવિષ્યવાણી!

ICC એ ફરી એકવાર કરી સચિનની મજાક, બેન સ્ટોક્સને ગણાવ્યો તેંડુલકર જેટલો મહાન ક્રિકેટર ગણાવતાં ફેન્સ ભડક્યા