શોએબ અખ્તરે કહ્યું હતું કે, પીસીબી મોટા ખેલાડીઓને કોચ બનવાની ઓફર કરે છે તો તેમના પેમેન્ટને લઈને માથાકૂટ કરે છે. જેના કારણે કોઈ મોટો ખેલાડી તેમની સાથે જોડાતો નથી.
રાવલપિંડી એક્સપ્રેસ નામથી ફેમસ શોએબ અખ્તરે પોતાના યુટ્યૂબ ચેનલ પર સાઉથ આફ્રિકામાં શર્મનાક હાર બાદ અંડર-19 ટીમને આશ્વાસન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, તમે સેમિફાઈનલમાં પહોંચ્યા હતા. ભારતથી હારી ગયા અને ભારતે સારું પ્રદર્શન કર્યું હતું. તમે નિરાશ ન થાઓ. આ અંડર-19 ક્રિકેટ છે. તમારે નિષ્ફળતાઓથી શીખવાની જરૂર છે. આ જીવનમાં મળતી તકો છે.
શોએબે બોર્ડનો ઉધડો લેતા કહ્યું હતું કે, તેમની પાસે સારો કોચિંગ સ્ટાફ છે. મોટું નામ છે પરંતુ પાકિસ્તાનમાં યૂનિસને કોચે ઓફર તો આપી પરંતુ પૈસા આપવામાં ભાવતાલ કરવા લાગે છે. 15 લાખ નહીં પણ 13 લાખ લઈ લો. બોર્ડ સ્ટાર પ્લેયર્સ સાથે આવો વ્યવહાર કરે છે. બોર્ડ પાસે મોહમ્મદ યૂસુફ છે, યૂનિસ ખાન છે, હું છું, અમે પણ મદદ માટે તૈયાર છીએ.