નવી દિલ્હીઃ સૌરાષ્ટ્રના પૂર્વ કેપ્ટન સિતાંશુ કોટક અને ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર પારસ મહામ્બ્રેની અનુક્રમે ઈન્ડિયા એ અને અંડર-19 ટીમના કોચ તરીકે વરણી થઈ છે. આ બંને રાહુલ દ્રવિડનું સ્થાન લેશે.  દ્રવિડને તાજેતરમાં જ બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં ક્રિકેટ ઓપરેશન્સના હેડ બનાવવામાં આવ્યા છે.



સિતાંશુ કોટકે 130 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. તાજેતરમાં જ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ વખતે તેઓ ઈન્ડિયા-એના બેટિંગ કોચ હતા. તેમની કરવાની રીત અને કોચિંગ સ્કીલથી દ્રવિડ ખૂબ પ્રભાવિત થયા હતા તેથી આ ફેંસલો લેવામાં આવ્યો છે.



દ્રવિડ એનસીએમાં જવાથી મહામ્બ્રેને અંડર-19 ટીમના કોચ બનાવાયો છે. પૂર્વ ફાસ્ટ બોલરે ભારત માટે બે ટેસ્ટ અને ત્રણ વન ડે રમી છે. છેલ્લા ત્રણ વર્ષથી દ્રવિડ સાથે ઈન્ડિયા-એ અને અંડર-19 ટીમના બોલિંગ કોચ તરીકે કામ કરતા હતા.

બીસીસીઆઈના અધિકારીના જણાવ્યા મુજબ, આ માટે કોઈ સત્તાવાર જાહેરાત નહીં કરવામાં આવે. આ બધા એનસીએનો સ્ટાફ છે અને આ આંતરિક મામલો છે. દ્રવિડ ઈનડ્ડિયા એ અને અંડર 10 ટીમો માટે રોડમેપ તૈયાર કરવાની સાથે વર્તમાન કોચિંગ મોડ્યૂલને અપગ્રેડ કરવા પણ કામ કરશે.

ફિટ ઈન્ડિયાની શરૂઆત કરાવી મોદીએ કહ્યું- સ્વસ્થ દેશ બનાવવા માટે અભિયાન

અમિત શાહે અમદાવાદમાં ઈલેક્ટ્રિક બસોનું કર્યું લોકાર્પણ, જાણો બસની શું છે વિશેષતા

ભારતને યુદ્ધની ધમકી આપતા પાકિસ્તાન પાસે લાઇટ બિલ ભરવાના પણ નથી રૂપિયા, પ્રધાનમંત્રી સચિવાલયનું કપાઇ શકે છે કનેકશન