કાશ્મીરનો ‘સિક્સર મેન’ રમશે IPLમાં, સિક્યોરિટી ગાર્ડ તરીકે કરી ચૂક્યો છે નોકરી
મંજૂરે આ માટે સિક્યોરિટી ગાર્ડ તરીકે પણ નોકરી કરી હતી. મંજૂર જ્યાં કામ કરતો હતો ત્યાંથી શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમ 10 કિલોમીટર દૂર છે. તે સમય કાઢીને રમવા જતો હતો. ઘણીવાર તો બસનું ભાડુ ન હોવાના કારણે ચાલતો સ્ટેડિયમ જતો હતો. મંજૂરની આ કહાની કાશ્મીરના અન્ય યુવકો માટે પ્રેરણારૂપ રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંજૂરે નોકરી માટે પોતાનુ ગામ છોડી દીધું હતું. તેણે સ્કૂલ પણ છોડી દીધી જેથી તેનો અભ્યાસ થઇ શક્યો નહોતો. પરિવારમાં તમામ ભાઇ-બહેનોમાં સૌથી મોટો હોવાના કારણે પરિવારની આર્થિક તંગી દૂર કરવાની જવાબદારી તેના માથે આવી હતી.
મંજૂર અહેમદ છેલ્લા વર્ષે વિજય હઝારે ટ્રોફીમાં કાશ્મીર માટે પ્રથમ મેચ રમ્યો હતો. એક મજૂરના દીકરા મંજૂરે 10 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. પરંતુ એક સ્થાનિક મેચમાં વિશાળ સિક્સ લગાવવાને કારણે તે સૌ કોઇની નજરમાં આવ્યો હતો. તે કાશ્મીરમાં ‘સિક્સર મેન’ તરીકે પણ જાણીતો છે.
ઉલ્લેખનીય છે કે મંજૂર અહેમદ કાશ્મીરનો એકમાત્ર ખેલાડી છે જેને આ વર્ષે આઇપીએલમાં રમવાની તક મળી છે. તેના કદાવર શરીરને કારણે લોકો તેને પાંડવના નામે બોલાવે છે.
સુગાનપોરા ગનાસ્તાન ગામમાં રહેનારા મંજૂર અહેમદની ક્રિકેટની સફરની કહાની ઘણી રસપ્રદ અને અન્ય માટે પ્રેરણારૂપ છે. મંજૂરે કેવી રીતે ગરીબી અને પક્ષપાતમાં સંઘર્ષ કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. મંજૂરના મતે ફક્ત હું જ જાણતો હતો કે મે કેવી રીતે સંઘર્ષ કરીને સ્ટેટ ક્રિકેટ ટીમમાં સ્થાન હાંસલ કર્યું હતું. મે આખી લાઇફ મહેનત કરીને પસાર કરી છે. આજે મને જે કાંઇ પણ મળ્યું છે તે મારી મહેનતનું પરિણામ છે. મારા માટે રૂપિયા મહત્વપૂર્ણ નથી પરંતુ આઇપીએલમાં મને સામેલ કરવામાં આવ્યો એ મારા માટે સૌથી મોટી વાત છે કારણ કે મને મારી મહેનતનું પરિણામ મળ્યું છે.
એક ન્યૂઝપેપર સાથેની વાતચીતમાં 24 વર્ષીય મંજૂર અહેમદે જણાવ્યું હતું કે, આ મારા જીવનનો સૌથી મોટો દિવસ છે. મારી ખુશીને હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. નોંધનીય છે કે આઇપીએલમાં રમનારો અહેમદ કાશ્મીરનો બીજો યુવક બનશે. આ અગાઉ કાશ્મીરનો બોલર પરવેઝ રસૂલ આઇપીએલમાં પૂણે વોરિયર્સ ટીમમાં રમી ચૂક્યો છે.
શ્રીનગરમાં એક ઓટોમોબાઇલ શો રૂમમાં એક પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ પર કામ કરી ચૂકેલા મંજૂર અહેમદ માટે આ એક ખુશીની ક્ષણ છે. મંજૂરને લાગે છે કે તેને એક પ્લેટફોર્મ મળવા જઇ રહ્યું છે જ્યાંથી તેની પ્રતિભાને નવી ઓળખ મળશે.
કાશ્મીરઃ કાશ્મીરના એક નાના ગામમાંથી નીકળીને ઇન્ડિયન પ્રિમિયર લીગમાં કિંગ ઇલેવન પંજાબની ટીમમાં પહોચવા માટે કાશ્મીરના યુવક મંજૂર અહેમદ ડારે ખૂબ મહેનત કરી છે. તમામ પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે લડીને આઇપીએલમાં પહોંચેલા ડારને કિંગ ઇલેવન પંજાબની ટીમે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -