આ બોલરે ડેબ્યૂ મેચમાં જ હેટ-ટ્રિક લઈને રચ્યો ઈતિહાસ, જાણો વિગતે
અગાઉ શ્રીલંકાએ ઉપુલ થરંગાના 56, દિનેશ ચંડીમલના 45 તથા નિરોશન ડિક્વેલાના 42 રનની મદદથી 221 રન બનાવ્યા. બાંગ્લાદેશ તરફથી રુબેલ હસને સૌથી વધુ ચાર વિકેટો ઝડપી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાંગ્લાદેશ તરફથી મહમૂદુલ્લાહએ 92 બોલમાં 76 રનની શાનદાર ઈનિંગ રમી પણ તેને કોઈ અન્ય બેટ્સમેનની મદદ ન મળી શકી. શ્રીલંકા તરફથી મદુશનાકા ઉપરાંત દુશમંત ચામીરા અને અકીલા ધનંજયાએ 2-2 વિકેટ્સ ઝડપી.
મદુશનાકાએ પોતાની છઠ્ઠી ઓવરના છેલ્લા બે બોલે રુબેલ હુસૈન અને મશરફે મોર્તઝાની વિકેટ લીધી જ્યારબાદ આગામી ઓવરના પહેલા બોલે તેણે મહમૂદુલ્લાહ રિયાદને આઉટ કરી હેટ-ટ્રિક પૂરી કરી. આમ, તે ડેબ્યૂ મેચમાં આ સિદ્ધિ મેળવનારા સાઉથ આફ્રિકાના કગિસો રબાડા, બાંગ્લાદેશના તાઈજુલ ઈસ્લામ અને શ્રીલંકાના જ વાનિડુ હસારંગાની યાદીમાં શામેલ થઈ ગયો.
નવી દિલ્હીઃ શ્રીલંકાએ બાંગ્લાદેશમાં આયોજિત ત્રિકોણીય વનડે સીરીઝનો ખિતાન પોતાના નામે કર્યો છે. ઢાકાના શેર એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં શનિવારે રમવામાં આવેલ ફાઈનલમાં શ્રીલંકાએ મેજબાન બાંગ્લાદેશને 79 રને હરાવ્યું હતું. પોતાનો પ્રથમ વનડે રમતા જમોણી ફાસ્ટ બોલર 22 વર્ષીય શેહાન મદુશનાકાએ હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -