ઋષિકેશઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સે તેના ટ્વિટર હેન્ડલ પરથી ગંગામાં ડૂબકી લગાવતી તસવીર પોસ્ટ કરી છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું કે, ગંગાના ઠંડા પાણીમાં ડૂબકી લગાવવી ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે લાભદાયી છે.


દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર રોડ્સે આ તસવીર ઉત્તરાખંડના ઋષિકેશથી પોસ્ટ કરી છે. જ્યાં ગંગાના ઠંડા પાણીમાં હાથ જોડી ઉભો રહીને આધ્યાત્મિક ભાવમાં ડૂબતો નજરે પડી રહ્યો છે. રોડ્સે આજે બપોરે 2.41 કલાકે તસવીર પોસ્ટ કરી હતી. જેની સાથે તેણે હેશટેગ મોક્ષ, હેશટેગ ઋષિકેશ અને હેશટેગ ઈન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલ ટેગ કર્યુ છે.


જોન્ટી રોડ્સ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ નિયમિત ભારત આવતો રહે છે અને હાલ ઉત્તરાખંડમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય યોગ ફેસ્ટિવલમાં હિસ્સો લેવા આવ્યો છે. જે દરમિયાન તે ઋષિકેશ પહોંચ્યો હતો અને ગંગા મૈયાના ઠંડા પાણીમાં ડૂબકી લગાવી હતી. આઈપીએલમાં તે મુંબઈ ઈન્ડિયન્સનો ફિલ્ડિંગ કોચ છે.

રોડ્સે 52 ટેસ્ટમાં 35.7ની સરેરાશથી 2532 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 17 અડધી સદી સામેલ છે. જ્યારે 245 વન ડેમાં 51 વખત નોટ આઉટ રહીને 5935 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 2 સદી અને 33 અડધી સદી ફટકારી છે. જોન્ટી રોડ્સની ગણના ક્રિકેટ વિશ્વના શ્રેષ્ઠ ફીલ્ડર્સમાં થાય છે.

આ પૂર્વ ક્રિકેટર બન્યો ટીમ ઈન્ડિયાનો મુખ્ય પસંદગીકર્તા, IPLમાં કોહલી સાથે રમી ચુક્યો છે

કોરોના પીડિતો વચ્ચે કામ કરતી નર્સે કરી અનોખી માંગ, કહ્યું- ‘સેવાના બદલામાં સરકાર શોધી આપે બોયફ્રેન્ડ’

ICC Women’s T-20 Rankings: ભારતની શેફાલી વર્માએ રચ્યો ઈતિહાસ, 16 વર્ષની ઉંમરે જ બની વિશ્વની નંબર-1 બેટ્સમેન