નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ માટે પૂર્વ સ્પિનર સુનીલ જોશીએ પણ અરજી કરી છે. તેણે કહ્યું કે, વિરાટ કોહલીની નેતૃત્વવાળી ટીમને સ્પિન નિષ્ણાતની ખાસ જરૂર છે. કોહલી સાથે વિવાદ બાદ મુખ્ય કોચ અનિલ કુંબલેએ રાજીનામું આપ્યા પછી ભારતીય ટીમની સાથે કોઇ સ્પિન વિશેષજ્ઞ નથી. એક સમયે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો સ્પિન બોલિંગ સામે રમવામાં નિષ્ણાત ગણાતા હતા, પરંતુ હવે આ તેમની નબળાઈ બની ગઈ છે. વિદેશી સ્પિનરો પણ ભારતીય બેટ્સમેનોને તેમની ફીરકીમાં ફસાવી વિકેટ લેતા થઈ ગયા છે.


સ્પિન બોલિંગ કોચની ભૂમિકા અંગે પૂછવા પર તેમે કહ્યું કે, જો કોઇ ટીમ એમ વિચારે કે તેમને સ્પિન બોલિંગ કોચની જરૂર નથી તો તેમની ભૂલ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જો તમે સ્પિનર તરીકે જલદી પરિપક્વ ન થાવ તો ટીમમાંથી બહાર થઈ જાવ છો. તમારે તમારી પ્રતિભા અને સ્કીલમાં સતત સુધારો કરતો રહેવાનો હોય છે.

વર્લ્ડકપ બાદ સુનીલ જોશીનો બાંગ્લાદેશ સાથેને કરાર ખતમ થઈ ગયો છે. જોશીના સ્પિન કોચ પદ હેઠળ બાંગ્લાદેશના શાકિબ અલ હસન, મેહદી હસન મિરાજ, મોસાદ્દેક હુસૈને શાનદાર સફળતા હાંસલ કરી છે.

આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ટીમનો કોચિંગ આપતા પહેલા જોશીએ 1996થી2001 સુધી ભારતીય ટીમ માટે 15 ટેસ્ટમાં 35.85ની સરેરાશથી 41 અને 69 વન ડેમાં 36.36ની સરેરાશથી 69 વિકેટ ઝડપી છે. કર્ણાટકના આ દિગ્ગજ સ્પિનરે ફર્સ્ટ ક્લાસની 160 મેચમાં 25.12ની સરેરાશથી 615 વિકેટ લીધી છે.

આગામી 8,9 અને 10 તારીખે ગુજરાતના આ વિસ્તારોમાં રેડ એલર્ટ, જાણો કેમ ?

ગુજરાત કોંગ્રેસના કયા બે દિગ્ગજ નેતાએ કલમ 370 રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું કર્યુ સમર્થન, નામ જાણીને ચોંકી જશો

IND v WI ટીમ ઈન્ડિયા તરફથી આજે ડેબ્યૂ કરી શકે છે આ ખેલાડીઓ, જાણો વિગત