નવી દિલ્હીઃ ભારતીય ટીમની ટેસ્ટ કેપ્ટનશીપ છોડ્યા બાદ દેશ અને વિદેશી ક્રિકેટરો વિરાટ પર પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. પૂર્વ વર્લ્ડકપ વિનર કેપ્ટન કપિલ દેવે પણ વિરાટને મોટી સલાહ આપી છે. કપિલે વિરાટને પોતાનો ઇગો છોડીને ક્રિકેટ રમવા કહ્યું છે. કપિલ દેવે ભારતીય ટીમને 1983માં વર્લ્ડકપ વિજેતા બનાવી હતી. 
 
પૂર્વ ક્રિકેટર કપિલ દેવે મિડ ડે સાથે વાત કરતા કહ્યું કે, કોહલીના ફેંસલાનુ સ્વાગત કરુ છું. ટી20 કેપ્ટનશીપ છોડ્યા બાદથી તે ખુબ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો હતો. તેના માટે કેપ્ટન પદ છોડવુ જ એકમાત્ર ઓપ્શન હતો, કેમ કે તે ખુબ તણાવ અને દબાણમાં હતો.


કપિલે દેવે કહ્યું કે કોહલીએ એક પરિપક્વ વ્યક્તિ છે, તેને ઘણો વિચાર કર્યા બાદ જ આ ફેંસલો લીધો હશે. તે તેની કેપ્ટનશીપને એન્જૉય ન હતો કરી રહ્યો. તેને શુભકામના આપવી જોઇએ. તેમને વધુમાં કહ્યું કે જૂનિયર પ્લેયરના અંડરમાં રમવામાં તેને કોઇ સમસ્યા નહીં હોય. કપિલે કહ્યું કે સુનીલ ગાવસ્કર પણ મારી અંડરમાં રમ્યો હતો, શ્રીકાંત અને મોહમ્મદ અઝરુદ્દીનના અંડરમાં હુ પણ રમ્યો હતો. ખરેખરમાં કોહલીએ ઇગો છોડવો પડશે અને કોઇ યંગ ક્રિકેટરના અંડરમાં રમવુ પડશે, અને તેની કેરિયર અને ટીમ ઇન્ડિયા માટે મદદરૂપ બનશે. વિરાટ નવા કેપ્ટન અને ખેલાડીઓને ગાઇડ કરી શકે છે. આપણે વિરાટ જેવા બેટ્સમેનને નથી ગુમાવી શકતા.








--


આ પણ વાંચો---


Coronavirus New Cases: છેલ્લા 24 કલાકમાં 2 લાખ 58 હજાર કોરોના કેસ આવ્યા, ઓમિક્રોન કેસ 8 હજારને પાર


ગુજરાતમાં PSI-LRDની પરીક્ષા આપ્યા વિના પાસ કરાવવાના નામે યુવતીએ પ્રેમી સાથે મળીને ખંખેર્યા લાખો રૂપિયા, જાણો કઈ રીતે ઝડપાયાં ?


'મે પહેલીવાર શરીર સુખ માણ્યુ તું તો અસહ્યય દુઃખાવો થયો હતો ને પછી......'- કઇ મૉડલે જાહેરમાં કર્યો આવો ખુલાસો


NVS Recruitment 2022: નવોદય વિદ્યાલયમાં 1925 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, 10મા, 12મા અને સ્નાતક પાસ યુવાનો માટે તક


NEET PG 2022 નું રજીસ્ટ્રેશન શરૂ, પરીક્ષાનું સમયપત્રક જાણવા અહીં ક્લિક કરો