વિકલાંગ દોડવીરોએ ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડાલિસ્ટને પણ પાછળ છોડી દીધા
અબ્દેલતીફે જણાવ્યું હતું કે લિમ્પિક્સ કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવો આસાન નથી અને હું બે વર્ષથી આકરી મહેનત કરી રહ્યો હતો. મારા માટે આ સમયગાળો અત્યંત મુશ્કેલ હતો. પેરાસિમ્પિક્સમાં વિકલાંગતાને આધારે અલગ અલગ કેટેગરી પડાઈ છે તેમાં બાકા ટી13 શ્રેણીની રેસ જીત્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિયો ઓલિમ્પિકની 1500 મીટર રેસ જીતનાર અમેરિકાના મેથ્યૂ સેન્ટ્રોવિત્ઝ જૂનિયરે 3 મિનિટ 50 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. પેરાલિમ્પિક્સમાં ઇથોપિયાના ડેમિસે 3 મિનિટ 48:49 સેકન્ડ સાથે સિલ્વર, હેનરી કિરવાએ 3 મિનિટ 49:59 સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. ચોથા સ્થાને રહેલા ફૌદ બાકાએ 3 મિનિટ 49:84 સેકન્ડનો સમય નોંધાવ્યો હતો.
રિયો ડી જાનેરો :રિયો પેરાલિમ્પિક્સમાં મંગળવારે અલ્જેરિયાના અબ્દેલતીફ બાકાએ 1500 મીટર રેસ માત્ર ત્રણ મિનિટ 48:29 સેકન્ડમાં પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો. બાકાએ 1500 મીટરની રેસ ‘રિયો ઓલિમ્પિક’ના ગોલ્ડ મેડાલિસ્ટ કરતાં ઓછા સમયમાં પૂરી કરી હતી.
કોઈ વિકલાંગ રમતવીર એકદમ સ્વસ્થ રમતવીર કરતાં ઓછા સમયમાં 1500 મીટરની રેસ પૂરી કરે એ ઘટનાએ સૌને દંગ કરી દીધા છે. વધારે આશ્ચર્યની વાત એ છે કે આ રેસના પહેલા ચારેય દોડવીરે રીયો ઓલિમ્પિક્સના ગોલ્ડ મેડાલિસ્ટ કરતાં ઓછો સમય નોંધાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -