IN PICS: કપિલ દેવથી સુનીલ ગાવસક્ર સુધી સમગ્ર ટીમનો FIRST લુક રિલીઝ, મળો ફિલ્મ 83ની ટીમને
સેક્રેડ ગેમ્સ ફેમ બંટી એટલે કે જતિન સરના ફિલ્મમાં યશપાલ શર્માની ભૂમિકામાં જોવા મળશે. (તમામ તસવીર ઇન્સ્ટાગ્રામ @ranveersingh )
એક્ટર જીવા ફિલ્મમાં શ્રીકાંતની ભૂમિકા ભજવશે.
એક્ટર સાકિબ સલીલ ફિલ્મમાં મોહિંદર અમરનાથની ભૂમિકામાં જોવા મળશે.
પંજાબી સિંગર એમિ વિર્ક ફિલ્મમાં બલવિંદર સિંહ સંધૂની ભૂમિકામાં જોવા મળશે.
એક્ટર સાહિલ ખટ્ટર ફિલ્મમાં ક્રિકેટર સૈયદ કિરમાણીની ભૂમિકામાં જોવા મળશે.
એક્ટર આદિનાથ કોઠારે ફિલ્મમાં દિલીપ વેંગસરકરની ભૂમિકામાં જોવા મળશે.
જાણીતા એક્ટર તાહિર રાજ ભસિન આ ફિલ્મમાં લિટલ માસ્ટર સુનીલ ગાવસકરની ભૂમિકા ભજવી રહ્યા છે.
એક્ટર ધૈર્ય કરવા ક્રિકેટર રવિ શાસ્ત્રીની ભૂમિકા ભજવી રહ્યા છે.
એક્ટર ચિરાગ પાટિલ અને પૂર્વ ક્રિકેટર સંદીપ પાટિલના દીકરો જ ફિલ્મમાં તેની ભૂમિકા ભજવી રહ્યો છે.
એક્ટર નિશાંત દહિયા ફિલ્મમાં ક્રિકેટર રોજર બિન્નીની ભૂમિકા ભજવી રહ્યા છે.
ફિલ્મમાં સિંગર હાર્ડી સંધૂ ક્રિકેટર મદદન લાલની ભૂમિકા ભજવી રહ્યા છે.
ટીમના સૌથી તોફાની બોલર કીર્તિ આઝાદની ભૂમિકામાં દિનકર શર્મા છે.
ફિલ્મમાં રણવીર સિંહ પૂર્વ કેપ્ટન કપિલ દેવની ભૂમિકામાં છે.
મુંબઈઃ રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘83’નો એક પછી એક ફર્સ્ટ લુક રિલીઝ થઈ રહ્યા છે. ફિલ્મમાં વર્ષ 1983માં વર્લ્ડકપની કહાની દર્શાવવામાં આવશે. આજે અમે તમને અહીં ક્રિકેટ ટીમનો ભાગ રહેલ ક્રિકેટર્સનો ફર્સ્ટ લુક બતાવી રહ્યા છીએ. જે તમે આગળની સ્લાઈડ્સમાં જોઈ શકો છો........