28 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાને વન ડે વર્લ્ડકપ જીતાડનારો આ ખેલાડી હવે બાંગ્લાદેશની કરશે મદદ, જાણો વિગત
જે બાદ તેમણે ટીમના ટોપ ખેલાડીઓ તમિમ ઇકબાલ, મશરફે મુર્તાઝા, મુસફિકુર રહીમ સાથે પણ મુલાકાત કરી હતી. આ ક્રિકેટરો સાથે તેમણે 2019ના વર્લ્ડકપની તૈયારી અને યોજનાઓ અંગે વિચાર વિમર્શ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નિઝામુદ્દિન ચૌધરીએ જણાવ્યું કે, ‘ગેરી કર્સ્ટન બાંગ્લાદેશ ક્રિકેટ સાથે જોડાઈ રહ્યા છે. તેઓ અમારા માટે કોચની શોધ કરશે. કર્સ્ટન અમારી સાથે થોડા દિવસો સુધી જ રોકાશે.’
નવી દિલ્હીઃ 28 વર્ષ બાદ ભારતને વનડે વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા પૂર્વ કોચ ગેરી કર્સ્ટન બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના સલાહકાર તરીકે કામ કરશે. કર્સ્ટનનું કામ બાંગ્લાદેશની ટીમ માટે નવા કોચની શોધ કરવાનું છે.
કર્સ્ટન ત્રણ દિવસ માટે બાંગ્લાદેશ પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે બોર્ડના અધિકારીઓ સાથે બેઠકો પણ કરી.
‘અમે કર્સ્ટનને વર્લ્ડકપ સુધી કરારબદ્ધ કરવા માંગતા હતા. આ માટે તેમણે મંજૂરી પણ આપી દીધી હતી પરંતુ બાદમાં તેમણે ફેંસલો બદલ્યો અને માત્ર કોચની પસંદગી સુધી અમારી સાથે રહેવાનો ફેંસલો કર્યો છે’ તેમ ચૌધરીએ જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -