ડુપ્લેસીસની શાનદાર બેટિંગથી ચેન્નઇ સાતમી વખત પહોચ્યું IPLની ફાઈનલમાં, હૈદરાબાદને 2 વિકેટથી હરાવ્યું
મુંબઈ: પ્રથમ ક્વોલિફાયર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે બે વિકેટથી જીત મેળવી આઈપીએલ 11માં સીઝનની ફાઈનલમાં પહોંચી ગઈ છે. હૈદરાબાદ અને ચેન્નાઇ વચ્ચેની મેચમાં ટોસ જીતી ચેન્નાઇએ પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 139 રન કર્યા હતા. તેની સામે ચેન્નાઇએ બે વિકેટથી જીત મેળવી લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચેન્નાઈ વતી ડુપ્લેસીસે 42 બોલમાં 67 સર્વાધિક રનનું યોગદાન આપ્યું હતું. અંતિમ ઓવરમાં જ્યારે 6 બોલમાં 6 રનની જરૂર હતી ત્યારે ડુપ્લેસીએ છગ્ગો મારી ચેન્નાઈને જીત અપાવી હતી. સુરેશ રૈનાએ 22 રન બનાવ્યા હતા. આ જીત સાથે ચેન્નાઇ આઈપીએલમાં સાતમી વખત ફાઇનલમાં પ્રવેશી છે. અંતિમ ઓવરમાં જ્યારે 6 બોલમાં 6 રનની જરૂર હતી ત્યારે ડુપ્લેસીએ છગ્ગો મારી ચેન્નાઈને જીત અપાવી હતી.
પ્રથમ ક્વોલિફાયર મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 139 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી ચહરે ઇનિંગના પ્રથમ બોલ પર જ ધવનને આઉટ કરી શાનદાર શરૂઆત કરાવી હતી. જે બાદ સનરાઇઝર્સે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. હૈદરાબાદ વતી બ્રાથવેઈટે સર્વાધિક 43 રનનું યોગદાન આપ્યું હતું.
ચેન્નાઈની ટીમ છ વખત આઈપીએલની ફાઇનલ રમી ચૂકી છે. જ્યારે હૈદરાબાદની ટીમ 2016માં ફાઇનલમાં રમી હતી.
હૈદરાબાદની સમગ્ર ઈનિંગ દરમિયાન માત્ર 4 સિક્સ લાગી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ વતી બ્રાવોએ 2 વિકેટ લીધી હતી. જ્યારે જાડેજા, ચહલ, એન્ગિડીએ 1-1 વિકેટ ઝડપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -