ભારતીય ક્રિકેટરે ઉડાવી ઇમરાન ખાનની મજાક, બોલ્યો- કાશ્મીર કાશ્મીર કરવામાં કરાંચી ભૂલી ગયા.......
abpasmita.in | 02 Oct 2019 10:29 AM (IST)
વીડિયો શેર કરતાં ગંભીરે લખ્યુ- 'એટલુ કાશ્મીર કાશ્મીર કર્યુ કે કરાંચી ભૂલી ગયા...' સાથે એક હસતી ઇમોજી પણ શેર કરી છે
નવી દિલ્હીઃ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે સીરીઝ રમાઇ રહી છે. પહેલી મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇને બીજી મેચમાં પાકિસ્તાને આસાનીથી શ્રીલંકાના હરાવ્યુ. બીજી મેચ કરાંચીમાં રમાઇ, જે 10 વર્ષ બાદ પાકિસ્તાનમાં ઇન્ટરનેશનલ મેચ રમાઇ છે. આને લઇને ગૌતમ ગંભીરે પાકિસ્તાનની મજાક ઉડાવી છે, એક વીડિયો શેર કર્યો છે. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગંભીરે એક વીડિયો શેર કરીને મજાક ઉડાવી હતી. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, શ્રીલંકન ટીમને લગભગ 34 ગાડીઓ અને કડક સુરક્ષાની સાથે સ્ટેડિયમમાં લઇ જવાઇ રહી છે. બખ્તરબંધ ગાડીઓ દેખાઇ રહી છે. આ વીડિયો શેર કરતાં ગંભીરે લખ્યુ- 'એટલુ કાશ્મીર કાશ્મીર કર્યુ કે કરાંચી ભૂલી ગયા...' સાથે એક હસતી ઇમોજી પણ શેર કરી છે. નોંધનીય છે કે, બીજી વનડેમાં પાકિસ્તાની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરી અને 305 રન બનાવ્યા, વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ 238 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. પાકિસ્તાની ટીમે આસાનીથી મેચ જીતી લીધી હતી.