નવી દિલ્હીઃ આઇપીએલમાં સતત 6 મેચોમાં મળેલી હારથી વિરાટ કોહલી અને બેંગ્લૉરની ટીમની ચારેય બાજુથી નિંદા થઇ રહી છે. ફેન્સથી લઇને ક્રિકેટ જગતના દિગ્ગજો વિરાટ પર તુટી પડ્યા છે. આ કડીમાં ટીમ ઇન્ડિયા પૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરે પણ પણ પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.

ગંભીરનું માનવું છે કે, ખેલાડી તરીકે વિરાટ એકદમ બેસ્ટ અને સક્સેસ છે, પણ કેપ્ટન્શીના મામલે તે હાલ નવો નિશાળીયો છે, તેને શીખવાની જરૂર છે. ગંભીરે કહ્યું કે કોહલીએ હારનુ બહાનું કાઢવાની જગ્યાએ જવાબદારી લેવી જોઇએ.



એક મીડિયા પોતાની કૉલમમાં ગંભીરે લખ્યુ, 'ભલે બેટ્સમેન તરીકે વિરાટ શાનદાર છે, પણ કેપ્ટનશીપના મામલે તે શીખાઉ છે. બૉલરો પર હારની દોષનો ટોપલો ઢોળવા કરતા તેને ખુદ જવાબદારી લેવી જોઇએ. ગંભીરે કહ્યું કે, આરસીબીએ નાથન કુલ્ટર નાઇલ અને માર્ક્સ ટૉઇનિસને કેમ ખરીદ્યા, પહેલાથી જ ખબર હતી કે ટૂર્નામેન્ટની શરૂઆતમાં આ બન્ને ખેલાડીઓ હાજર નહીં રહે.