ગંભીરે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મેચ નહીં રમવાની અપીલ કરી છે. ગૌતમ ગંભીરે કહ્યું કે, આ અંગે બીસીસીઆઈએ વિચારવાની જરૂર છે. પરંતુ હું અંગત પણે માનું છું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ રમાય તો પણ ભારતે ફાઇનલ મેચ રમવી ના જોઈએ. ગંભીરે કહ્યું હતું કે જો ભારતે બહિષ્કારના કારણે બે પોઇન્ટ ગુવાવવા પણ પડે છે તો તેની ચિંતા કરવી જોઈએ નહીં.
વાંચોઃ અફઘાનિસ્તાને આયર્લેન્ડને 7 વિકેટથી હરાવી ટેસ્ટમાં પ્રથમ જીત મેળવી, પાકિસ્તાન-ઇંગ્લેન્ડની કરી બરાબરી, જાણો વિગત
ગંભીરે કહ્યું હતું કે જો આમ થાય તો દેશની જનતાએ ટીમ ઇન્ડિયાનો સાથ મજબૂતીથી આપવો જોઈએ. આપણે એશિયા કપનો પણ બોયકોટ કરવો જોઈએ જેથી આપણે પાકિસ્તાન સામે ન રમી શકીએ. મારા માટે સૈનિકોના પ્રેમથી મોટું કશું જ નથી.
ગૌતમ ગંભીરે થોડા જ મહિના પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે 58 ટેસ્ટમાં 42.0ની સરેરાશથી 4154 રન બનાવ્યા છે. જેમાં 9 સદી અને 22 અડધી સદી સામેલ છે. જ્યારે 147 વન ડેમાં 38.7ની સરેરાશથી 5238 રન ફટકાર્યા છે. જેમાં 11 સદી અને 34 અડધી સદીનો સમાવેશ થાય છે. જ્યારે 37 ટી 20માં 119ના સ્ટ્રાઇક રેટથી 932 રન બનાવ્યા છે.