✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શાહિદ આફ્રિદીના કાશ્મીર રાગ પર આ ભારતીય ક્રિકેટરે આપ્યો આવો સણસણતો જવાબ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Apr 2018 07:56 AM (IST)
શાહિદ આફ્રિદીના કાશ્મીર રાગ પર આ ભારતીય ક્રિકેટરે આપ્યો આવો સણસણતો જવાબ
1

આફ્રિદીએ પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, ‘ભારત અધિકૃત કાશ્મીર (જમ્મૂ-કાશ્મીર)ની સ્થિતિ અશાંતિ પેદા કરનારી અને ચિંતાજનક છે. અહીં આત્મનિર્ણય અને આઝાદીના અવાજને દબાવવા માટે દમનકારી શાસન દ્વારા નિર્દોષોને મારી નાખવામાં આવે છે. દંગ છું કે, સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો ક્યાં છે? તેઓ આ લોહિયાળ જંગને રોકવા માટે કેમ કશું કરતા નથી?’

2

ઉલ્લેખનીય છે કે, ભારત અધિકૃત જમ્મૂ-કાશ્મીરમાં સૈન્યએ રવિવારે આતંક વિરોધી અભિયાન અંતર્ગત 13 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ અંગે આફ્રિદીએ ટ્વીટ કરીને આ ઘટનાને કાશ્મીરને અશાંત કરનારી ગણાવી હતી અને સંયુક્ત રાષ્ટ્ર સહિત અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો પર સવાલ પેદા કર્યા હતા.

3

ગંભીરે પોતાની ટ્વીટમાં લખ્યું કે, અમારી કાશ્મીર અને સંયુક્ત રાષ્ટ્ર અંગે કરવામાં આવેલી શાહિદ આફ્રિદીની ટ્વીટ પર રિએક્શન માટે મને મીડિયા તરફથી કૉલ આવ્યો હતો. આમાં શું કહેવા જેવું છે? આફ્રિદી માત્ર UN તરફ જોઈ રહ્યો છે, જેનો મતલબ તેની ડિક્શનરીમાં અન્ડર-19 છે. મીડિયા આને હળવાશથી જ લે. આફ્રિદી નો બોલ પર આઉટ થવાનું સેલિબ્રેશન કરી રહ્યો છે.

4

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રીદીને તેના કાશ્મીરને લઈને આપવામાં આવેલ નિવેદનની મજાક ઉડાવી છે. ગંભીરે આફ્રીદીના નિવેદનને તેને અપરિપક્વ ગણાવ્યો છે. ઉલ્લેખનીય ચે કે, ગંભીરે કાશ્મીરમાં રહેલી સ્થિતિ પર આફ્રીદીના ટ્વિટના જવાબમાં આ વાત કહી છે. શાહિદ આફ્રીદીએ ટ્વિટ કરીને જમ્મૂ-કાશ્મીરમાં આતંકીઓના માર્યા જવા પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • શાહિદ આફ્રિદીના કાશ્મીર રાગ પર આ ભારતીય ક્રિકેટરે આપ્યો આવો સણસણતો જવાબ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.