IPL: હવે ગૌતમ ગંભીરે કર્યો ચોંકાવનારો ખુલાસો, ઉભો થયો નવો વિવાદ
ગંભીરે એક ટીવી ચેનલને આપેલા એક ઈન્ટરવ્યું દરમિયાન કહ્યું કે, તે ખોટી વાત છે કે, મે જ ન રમવાનો નિર્ણય કર્યો હતો. ટીમ મેનેજમેન્ટે જે નિવેદન આપ્યું છે તે ખોટું છે. હાં, તે થઈ શકે કે મેનેજમેન્ટ કોઈ ગેમ પ્લાન બનાવી રહી હોય તેથી મને પ્લેઈંગ ઈલેવનમાં રાખવામાં ન રાખવામાં આવ્યો હોય. ગંભીરે આઈપીએલની 11મી સિઝનમાં 6 મેચોમાં માત્ર 85 રન બનાવ્યા છે, તેની એવરેજ 17ની રહી જ્યારે સિઝનમાં તેમના બેસ્ટ 55 રન રહ્યાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનિય છે કે, જ્યારે ગંભીરે કેપ્ટનસી છોડ્યા બાદ પ્રથમ મેચ નહતો રમ્યો ત્યારે નવનિયુક્ત કેપ્ટન અય્યરને ગંભીરના ન રમવા પર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારે શ્રેયસે કહ્યું કે, તેમને (ગંભીરે) પોતે જ પ્લેઈંગ ઈલેવનમાં ના રમવાનો નિર્ણય લીધો છે. શ્રેયસના આ નિવેદન પર ગંભીરે હવે પોતાનું મૌન તોડ્યું છે.
આઈપીએલ 11માં ગંભીરે 06 મેચો રમી જેમાં ટીમને પાંચ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમના આ ખરાબ પ્રદર્શનના કારણે ગંભીરને કેપ્ટનસી છોડવી પડી હતી. દિલ્હીએ પાછળથી શ્રેયસ અય્યરને નવો કેપ્ટન બનાવી દીધો હતો. અય્યરના કેપ્ટન બન્યા બાદ ટીમે આઠ મેચો રમી પરંતુ એકપણ મેચમાં ગંભીર રમ્યો નથી.
નવી દિલ્હીઃ દિલ્હી ડેયરડેવિલ્સના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર જ્યારે આ આપીએલની સીઝનમાં ફરી દિલ્હી ડેયડેવિલ્સમાં સામેલ થયાં ત્યારે તે ખૂબ જ ઉત્સાહિત હતા. કોલકાતાને બે ખિતાબ અપાવ્યા બાદ તે પોતાની જૂની ટીમમાં કેપ્ટન તરીકે વાપસી કરવી તે તેના માટે સુખદ સમાચાર હતા. જોકે ટીમનું પ્રદર્શન ખરાબ થતાં તેણે અચાનક કેપ્ટનશીપ છોડી દીધી હતી. એટલું જ નહીં ત્યાર બાદ એક પણ મેચ રમવા પણ ન ઉતર્યા અને તેણે ફી ન લેવાની પણ જાહેરાત કરી હતી. જોકે હવે ગંભીરે વધુ એક ખુલાસો કરીને સૌને ચૌંકાવી દીધા છે.
ગંભીરે ખુલાસો કરતાં કહ્યું કે, તેમને ક્યારેય પ્લેઈંગ ઈલેવનથી ડ્રોપ લીધો નથી. મે તો માત્ર ટૂર્નામેન્ટમાં શરૂઆતના સમયમાં અમારી ટીમ કંઈ ખાસ પ્રદર્શન કરી શકી નહી તેથી કેપ્ટનસી છોડવાનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી હું એકપણ લીગ મેચ રમી શક્યો નહી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -