સુરેશ રૈનાની પત્ની માટે ગૌતમ ગંભીરે કર્યો ખાસ મેસેજ, જાણો શું લખ્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Jan 2018 09:41 AM (IST)
1
રૈના અને ગંભીર છેલ્લે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના દિલ્હીમાં યોજાયેલા રિસેપ્શનમાં મળ્યા હતા.
2
સોશિયલ મીડિયા દ્વારા રૈનાએ પ્રિયંકાને અભિનંદન આપી કહ્યું કે, સમાજમાં મહિલાઓની સુખાકારી માટે કામ કરશે. એટલું જ નહીં ગંભીરે તેને અભિનંદન આપવા સહિત અન્ય લોકોને પણ અપીલ કરી છે.
3
પ્રિયંકા રૈના રેડિયા પર તેનો શો હોસ્ટ કરવાની છે. જેના દ્વારા તે સમાજમાં મહિલાઓને જાગ્રુત કરશે. ગંભીરે તેને આ કામ માટે સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપ્યા છે.
4
ગંભીર અને રૈના સારા મિત્રો છે.બંનેએ મેદાન પર પણ ઘણો સમય સાથે ગાળ્યો છે. પરંતુ હાલ બંને ટીમની બહાર છે.
5
ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન ગૌતમ ગંભીર સોશિયલ મીડિયા પર હાલ ખૂબ એક્ટિવ છે. તાજેતરમાં તેણે સાથી ક્રિકેટર સુરેશ રૈનાની પત્ની માટે ખાસ મેસેજ કર્યો છે.