રાજનીતિમાં આવવા પર ગૌતમ ગંભીરે આપ્યો આ જવાબ
પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુના પાકિસ્તાન જવા અંગે ગંભીરે કહ્યું કે, મને લાગે છે કે, તેમણે પાકિસ્તાન નહોતું જવું જોઈતું. કોઈએ દેશના લોકોની લાગણીઓ સાથે ન રમવું જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગંભીરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હાલમાં ભવિષ્ય વિશે કંઈ વિચાર્યું નથી પણ જો કોઈ એવી તક મળી તો રાજણકારણમાં આવીશ પણ હું રબર સ્ટેમ્બ નહીં બનું.
નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજનીતિમાં આવવના સવાલ પર ગૌતમ ગંભીરે કહ્યું કે, જો કોઈને તક મળે તો દેશની સેવા કરવી જોઈએ. ટીમ ઇન્ડિયા માટે 58 ટેસ્ટ અને 147 વનડે રમનાર ગૌતમ ગંભીરે 4 ડિસેમ્બરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તી લેવાની જાહેરાત કરી હતી. ગંભીરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, તે ભારે મન સાથે આ નિર્ણય લીધેો છે. ગંભીરે તેની અંતિમ મેચ રણજી ટ્રોફીમાં આંધ્રપ્રદેશ વિરૂદ્ધ રમશે જે ફિરોઝશાહ કોટલા મેદાન પર 6 ડિસેમ્બરથી શરૂ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -