નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના મહાન બોલર્સ ગ્લેન મૈકગ્રાએ ટીમ ઈન્ડિયાના હાર્કિદ પંડ્યાને લઈ મોટું નિવેદન આપ્યું છે. સોમવારે કહ્યું હતું કે, હાલની આઈસીસી વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ભારત માટે એ ભૂમિકા નિભાવી શકે છે જેવી 2011ના સત્રમાં યુવરાજ સિંહે નિભાવી હતી.
યુવરાજે 2011માં બોલ અને બેટ્સ બંનેથી યોગદાન આપતાં બીજી વખત ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવામાં અગત્યની ભૂમિકા નિભાવી હતી અને તેઓ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સીરીઝ રહ્યા હતા.
મૈકગ્રાને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું ભારતીય ટીમને યુવરાજ સિંહની કમી લાગશે? જેમણે 2011મા સફળતાપૂર્વક ફિનિશરની ભૂમિકા નિભાવી હતી? તો મૈકગ્રાએ કહ્યું હતું કે, હાર્દિક પંડ્યા એ ભૂમિકા નિભાવી શકે છે. ડીકે (દિનેશ કાર્તિક) પણ સારો ફિનિશર છે. મને લાગે છે કે તેમની પાસે એવી ટીમ છે જે સારું કરી શકે છે.
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર્સ મૈકગ્રાએ કહ્યું હતું કે, તેમના બોલર્સ આક્રમણની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ વન-ડે ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ બોલર્સ છે. તો અંતિમ ઓવરમાં વધુ સારી બોલિંગ કરે છે. તેમની પાસે એવી ટીમ છે જે વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરી શકે છે. એ જોવાનું રહેશે કે ઈંગ્લેન્ડની સ્થિતિમાં કેવું રમે છે.
ઓસ્ટ્રેલિયાના કયા દિગ્ગજ ખેલાડીએ હાર્દિક પંડ્યાને લઈને આપ્યું મોટું નિવેદન, જાણો વિગત
abpasmita.in
Updated at:
04 Jun 2019 10:33 AM (IST)
ઓસ્ટ્રેલિયાના મહાન બોલર્સ ગ્લેન મૈકગ્રાએ ટીમ ઈન્ડિયાના હાર્કિદ પંડ્યાને લઈ મોટું નિવેદન આપ્યું છે. સોમવારે કહ્યું હતું કે, હાલની આઈસીસી વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ભારત માટે એ ભૂમિકા નિભાવી શકે છે જેવી 2011ના સત્રમાં યુવરાજ સિંહે નિભાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -