સચિને આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું કે, આ વીડિયો એક મિત્રએ શેર કર્યો છે. સાથે જ તેણે સવાલ પૂછ્યો કે જો તમે એમ્પાયર હોત તો તમારો શું ફેંસલો હોત ? આ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર યૂઝર્સે કુમાર ધર્મસેનાને ટ્રોલ કર્યા હતા. ફેન્સે કહ્યું કે ધર્મસેના અહીંયા હોત તો બેટ્સમેનને આઉટ જ આપત.
આઈસીસી વર્લ્ડકપ 2019ની ફાઇનલમાં ઓવર થ્રોનો વિવાદાસ્પદ રન આપનારા એમ્પાયર કુમાર ધર્મસેનાએ સ્વીકાર્યું કે, ઈંગ્લેન્ડને ચાર રન આપવા તેની ભૂલ હતી અને તેના બદલે એક રન જ આપવો જોઈતો હતો. આ રનના કારણે ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામે મેચ ટાઈ કરી હતી અને બાદમાં સુપરઓવરમાં જઈને પ્રથમ વખત વર્લ્ડકપ જીત્યો હતો. કુમાર ધર્મસેનાની આ ભૂલની સમગ્ર ક્રિકેટ વિશ્વમાં ટીકા થઈ હતી.
ઈન્સ્ટાગ્રામ કિંગ બન્યો કોહલી, એક પોસ્ટથી કમાય છે અધધ રૂપિયા, જાણો વિગત
ગઢડાનો કયો ડેમ 12 વર્ષ બાદ ઓવરફ્લો થયો ? જાણો વિગત