દુબઈઃ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ વર્તમાન સમયમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. હેડિંગ્લેમાં રમાયયેલી એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં 135 રન અને જેક લિચ માટે મળીને અણનમ 76 રનની ભાગીદારીથી તેણે ઓસ્ટ્રેલિયાને એક વિકેટથી હરાવીને સીરિઝમાં 1-1થી બરાબરી કરી હતી. આ પહેલા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની ફાઇનલમાં પણ તેને શાનદાર રમત બતાવીને ઈંગ્લેન્ડને વર્લ્ડકપ વિજેતા બનાવ્યું હતું. સ્ટોક્સના આ બે પ્રદર્શન બાદ વર્તમાન અને પૂર્વ ક્રિકેટરો પણ તેની પ્રશંસા કરી રહ્યા છે. આઈસીસીએ પણ સ્ટોક્સની પ્રશંસા કરતું ટ્વિટ કર્યું છે. જેના પર વિવાદ થયો છે.


આઈસીસીના આ ટ્વિટને સચિનના પ્રશંસકો અપમાન ગણાવી રહ્યા છે. આઈસીસીએ બેન સ્ટોક્સને લઇ કરેલી ટ્વિટમાં તેની તુલના દુનિયાના મહાન બેટ્સમેનો પૈકીના એક સચિન તેંડુલકર સાથે કરીને મજાક કરી છે.  ટ્વિટમાં આઈસીસીએ બેન સ્ટોક્સની સચિન સાથેની તસવીર શેર કરીને લખ્યું, પહેલા જ કહ્યું હતું વિશ્વના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર સાથે સચિન તેંડુલકર. આ તસવીરને આઈસીસીએ વર્લ્ડકપ ફાઇનલ મેચ બાદ ટ્વિટ કરી હતી.


સચિનના એક પ્રશંસકે તેંડુલકર અને બેન સ્ટોક્સના આંકડા લખીને પૂછ્યું કે તમે ક્યા આધારે તુલના કરી. જ્યારે અન્ય એક ફેન્સે લખ્યું, આઈસીસી વર્લ્ડકપ ફાઈનલ અને ત્રીજી એશિઝ ટેસ્ટ દરમિયાન સ્ટોક્સે શાનદાર બેટિંગ કરી હતી પરંતુ બંને મેચ એમ્પાયરના કૃપાથી જીત્યા હતા.


જ્યારે એક ફેન્સે લખ્યું, સચિન આનાથી અનેક ગણો વધારે સન્માનને હકદાર છે.


ભારત-પાકિસ્તાન વચ્ચે આ તારીખે થશે યુદ્ધ, પાકિસ્તાનના મંત્રીએ કરી ભવિષ્યવાણી!

7000 વિકેટ બાદ હવે 85 વર્ષની વયે આ ક્રિકેટર લેશે સંન્યાસ, જાણો કોણ છે