વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે મંગળવારે 13 સભ્યોની ટીમ જાહેર કરી, જેમાં કીમો પૉલની વાપસી થઇ હતી. જોકે, ફરી એકવાર અનુભવી બેટ્સમેન ક્રિસ ગેલને નજરઅંદાજ કરવામાં આવ્યો છે.
13 સભ્યોની ટીમ....
જેસન હૉલ્ડર (કેપ્ટન), શાઇ હૉપ, શિમરૉન હેટમેયર, ડેરેન બ્રાવો, જૉન કેમ્પબેલ, ક્રેગ બ્રેથવેટ, કીમો પૉલ, કેમાર રૉચ, રૉસ્ટન ચેઝ, શેનૉન ગ્રેબ્રિયાલ, રહકીમ કોર્નવેલ, જેહમાર હેમિલ્ટન, શેમારહ બ્રુક્સ.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઘૂંટણીયે પડી ગઇ હતી. ભારત સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ 318 રને હારી ગઇ હતી.