ઓસ્ટ્રેલિયામાં T20માં 4 વિકેટ ઝડપનારો પ્રથમ સ્પિનર બન્યો આ ગુજરાતી ક્રિકેટર, જાણો વિગત
આ ઉપરાંત સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર સર્વશ્રેષ્ઠ બોલિંગ કરનારા બોલર્સની યાદીમાં તે બીજા નંબર પર આવી ગયો છે. એન્ડ્રૂ ટાય 23 રનમાં 4 વિકેટ સાથે આ મેદાન પર ટોચ પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૃણાલ પંડ્યાનો આ દેખાવ ઓસ્ટ્રેલિયામાં રમાયેલી T20 ઈન્ટરનેશનલમાં કોઈપણ સ્પિનર દ્વારા કરવામાં આવેલું શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ 10 રનમાં 3 વિકેટ સાથે ટોચ પર હતો. આયર્લેન્ડના ડાબોડી સ્પિનર જોર્જ ડૉકરેલે 18 રનમાં 3 વિકેટ ખેરવી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાના ડેવિડ હસી પણ 25 રનમાં 3 વિકેટ ઝડપી હતી.
સિડનીઃ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ T20 મેચમાં ટોસ હાર્યા બાદ ભારતીય ટીમની પ્રથમ ફિલ્ડિંગ આવી હતી. ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવેલા સ્પિન ઓલરાઉન્ડર અને હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યાએ સતત બે બોલમાં બે વિકેટ લેવાની સાથે મેચમાં 36 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેણે શોર્ટ, મેક્સવેલ, ડેરમોટ અને કેરેની વિકેટ ઝડપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -