ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં રોહિત શર્મા, અશ્વિનને મૂકાયા પડતા, તેમના સ્થાને કોનો ટીમમાં કરાયો સમાવેશ?
નવી દિલ્હીઃ ભારતીય ટીમ આજે પર્થના મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ રમવા ઉતરી છે. ટૉસ હાર્યા બાદ બૉલિંગ કરી રહેલી ટીમ ઇન્ડિયામાં બે મોટા ફેરફારો કરાયા છે. ઇજાગ્રસ્ત રોહિત શર્મા અને અશ્વિનને ટીમમાંથી બહાર કરયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ટીમઃ કેએલ રાહુલ, મુરલી વિજય, વિરાટ કોહલી (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે, હનુમા વિહારી, રીષભ પંત (વિકેટકીપર), ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.
ઉલ્લેખનીય છે કે, ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતીય ટીમ 1-0થી આગળ છે. પહેલી એડિલેડ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 31 રને માત આપી હતી. ભારતીય ટીમ પર્થની નવા ઓપ્ટસ સ્ટેડિયમમાં ફાસ્ટ અને બાઉન્સી પીચ પર પોતાના જીતને બરકરાર રાખવા કોશિશ કરશે.
ટીમ ઇન્ડિયા હાલ બે ખેલાડીઓની ઇજાથી પરેશાન છે, બે ફેરફારોમાં કોહલીએ રોહિત શર્માની જગ્યાએ હનુમા વિહારી અને રવિચન્દ્રન અશ્વિનની જગ્યાએ ઉમેશ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યા છે. આ રીતે ટીમ ઇન્ડિયા ચાર ફાસ્ટ બૉલરો સાથે મેચમાં ઉતરી છે. વળી, ઓસ્ટ્રેલિયન ટીમમાં પેઇને કોઇ ફેરફાર કર્યા નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -