ભારતના ઓપનરોએ ઓસ્ટ્રેલિયાને હંફાવ્યું, વિહારીએ માત્ર 8 રન કરવા લીધા કેટલા બોલ? જાણીને આશ્ચર્ય થશે
વિહારી અને મયંક અગ્રવાલમાં વિહારીએ જબરદસ્ત સ્ટેમિના બતાવ્યો હતો. પહેલી વાર ઓપનિંગમાં આવેલા વિહારીએ માત્ર 8 રન કર્યા પણ તેણે 66 બોલ રમ્યા હતા. ઓવરદીઠ એક રનથી પણ ઓછી સરેરાશથી તેણે 11 ઓવર રમીને 8 રન કર્યા હતા ને છેક 19મી ઓવરમાં આઉટ થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિહારી અને મયંક અગ્રવાલે પહેલો દોઢ કલાક કાઢી નાંખીને ભારત માટે રાહત ઉભી કરી હતી. પહેલાં એવું થતું કે પાંચેક ઓવરમાં જ પહેલી વિકેટ પડી જતી તેથી ચેતેશ્વર પૂજારાએ ઓપનિંગમાં આવતો હોય એ રીતે બેટિંગ કરવા આવવું પડતું. તેના બદલે તેને રાહત મળી હતી.
વિહારી અને મયંક અગ્રવાલે પહેલી વિકેટની 40 રનની ભાગીદારી કરી હતી. આ સ્કોર બહુ મોટો ના લાગે પણ મહત્વની વાત એ છે કે, આ બંને ખેલાડીએ સવારનું મહત્વનું સેશન કાઢી નાંખ્યું હતું. ઓસ્ટ્રેલિયાના બોલરો સ્ટાર્ક અને હેઝલવુડના બોલ જબરદસ્ત સ્વિંગ થતા હતા. તેની સામે બંનેએ ઝીંક ઝીલી હતી.
મેલબોર્નઃ આજથી શરૂ થયેલી ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં ભારતે પોતાની નવી ઓપનર જોડીને અજમાવી હતી. હનુમા વિહારી અને મયંક અગ્રવાલને ભારતે ઓપનિંગમાં ઉતાર્યા હતા. આ ઓપનિંગ જોડીએ મુરલી વિજય અને લોકેશ રાહુલ કરતાં ભારતને સારી શરૂઆત આપી હતી અને ઓસ્ટ્રેલિયાના બોલરોને હંફાવી દીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -