ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટી20માં ભારતની હાર માટે હરભજને આ ક્રિકેટ વિરૂદ્ધ ઉઠાવ્યા ગંભીર સવાલ
ત્રીજા બોલ પર રન ન લેવાના નિર્ણય ને ખોટો સાબિત કરવાનું એક બીજુ પણ નક્કર કારણ છે. સાઉદીના પાછલા ઓવરમાં ક્રુણાલ પંડ્યાએ ઘણા રન બનાવ્યા હતા. અને સારી બેટિંગ કરી હતી. પંડ્યાએ જ સાઉદીની ઓવરમાં રન ફટકારી ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનિય છે કે મેચની છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર કાર્તિકે શોટ માર્યો, અને પંડ્યા ત્યાર બાદ એક રન લેવાના પ્રયત્નમાં દોડીને સામે ગયો, પણ કાર્તિકે તેને પરત મોકલી દીધો અને સ્ટ્રાઇક પોતાની પાસે રાખી.
નવી દિલ્હીઃ રવિવારે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ અંતિમ ટી-20 મેચમાં ક્રુણાલ પંડ્યાની સાથે મળીને દિનેશ કાર્તિકે ટીમ ઇન્ડિયાને જીતની નજીક તો લાવી દીધી હતી પરંતુ જીત અપાવી ન શક્યા. હવે સવાલ ઉઠી રહ્યા છે કે અંતિમ ઓવરમાં જ્યારે ટિમ સાઉદી બોલિંગ કરી રહ્યા હતા ત્યારે ત્રીજા બોલ પર જો દિનેશ કાર્તિકે સિંગલ રન લેવાની ના પાડી ન હોત તો કદાચ આ મેચ અને સીરીઝનું પરિણામ કંઈક બીજું જ હોત. ક્રિકેટર હરભજન સિંહે કાર્તિક દ્વારા અંતિમ ઓવરમાં સિંગલ ન લેવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે.
જે સમયે આ ઘટના બની ત્યારે ટીમને જીતવા માટે 14 રનોની જરૂર હતી. મેચની આવી પરિસ્થિતિ ઉભી થાય જ્યાં એક એક રન મુલ્યવાન ગણાતો હોય તેવા સમયે કાર્તિક દ્વારા રન નહી લેવાના નિર્ણય પર પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -