18 વર્ષ બાદ ગિલક્રિસ્ટે હરભજનની હેટ્રિક પર ઉઠાવ્યો સવાલ, ભજ્જીએ આપ્યો સણસણતો જવાબ
abpasmita.in | 04 Sep 2019 10:05 PM (IST)
હરભજન સિંહે ઐતિહાસિક મેચમાં પોન્ટિંગ, ગિલક્રિસ્ટ અને શેન વોર્નને આઉટ કરી ઐતિહાસિક હેટ્રિક લીધી હતી. તે ટેસ્ટમાં હેટ્રિક લેનારો પ્રથમ ભારતીય બોલર બન્યો હતો. આ મેચમાં ગિલક્રિસ્ટ LBW આઉટ આપવામાં આવ્યો હતો. પરંતુ રિપ્લેમાં જોવા મળ્યું હતું કે બોલ તેના બેટ પર વાગ્યો હતો. તે સમયે DRS નહોતી. ગિલક્રિસ્ટે ટ્વિટ કરીને લખ્યું, હરભજનની હેટ્રિક સમયે ડીઆરએસ નહોતું.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકિપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે 18 વર્ષ પહેલા હરભજન સિંહે લીધેલી ટેસ્ટ હેટ્રિક પર સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ ભારતીય ઓફ સ્પિનરે તેના અંદાજમાં ગિલક્રિસ્ટને સણસણતો જવાબ આપ્યો હતો. હરભજન સિંહે એડમ ગિલક્રિસ્ટને કહ્યું કે, તે 2001માં ઈડન ગાર્ડન્સ પર રમાયેલી કોલકાતા ટેસ્ટમાં લીધેલી હેટ્રિકમાં તેની વિકેટને લઈ રોવાનું બંધ કરે. હરભજન સિંહે ઐતિહાસિક મેચમાં પોન્ટિંગ, ગિલક્રિસ્ટ અને શેન વોર્નને આઉટ કરી ઐતિહાસિક હેટ્રિક લીધી હતી. તે ટેસ્ટમાં હેટ્રિક લેનારો પ્રથમ ભારતીય બોલર બન્યો હતો. આ મેચમાં ગિલક્રિસ્ટ LBW આઉટ આપવામાં આવ્યો હતો. પરંતુ રિપ્લેમાં જોવા મળ્યું હતું કે બોલ તેના બેટ પર વાગ્યો હતો. તે સમયે DRS નહોતી. ગિલક્રિસ્ટે ટ્વિટ કરીને લખ્યું, હરભજનની હેટ્રિક સમયે ડીઆરએસ નહોતું. જેનો જવાબ આપતાં હરભજને લખ્યું, તમને લાગે છે કે શું પહેલા બોલ પર બચી ગયા હોત તો વધારે સમય વિકેટ પર ટકી શકત? આ વાત પર રોવાનું બંધ કર દોસ્ત. મને લાગતું હતું કે, તમારી રમતના દિવસો બાદ તમે સમજદારીની વાત કરશો પરંતું કેટલીક ચીજો ક્યારેય બદલાતી નથી અને તમે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છો. હંમેશા રડતા રહો છો. અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ, વાસણા બેરેજના 8 દરવાજા ખોલવામાં આવ્યા અમરેલીઃ ધારીના છતડીયા ગામમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, જાણો વિગતે પંચકૂલા હિંસાઃ કોર્ટમાં વકીલે કરી એવી દલીલ કે હનીપ્રીતને લાગ્યો ઝટકો, હજુ રહેવું પડશે જેલમાં