નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના લેગ સ્પિનર અમિત મિશ્રાએ ભારત માટે પોતાની છેલ્લી મેચ ડિસેમ્બર 2016માં રમી હતી. ત્યારે તેણે ચેન્નઈમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ મેચમાં ભાગ લીધો હતો. જ્યાં સુધી વનડેની વાત છે તો મિશ્રાએ 29 ઓક્ટોબર 2016ના રોજ વિશાખાપટ્ટનમમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ છેલ્લી વનડે મેચ રમી હતી. ત્યાર બાદથી તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન નથી મળ્યું. દિલ્હીમાં જન્મેલ અમિત મિશ્રા 24 નવેમ્બરે 37 વર્ષના થયા. તેના જન્મદિવસ પર ટીમ ઇન્ડિયાના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે મજેદાર અંદાજમાં શુભેચ્છા પાઠવી.


સોશિયલ મીડિયામાં હેપી બર્થ ડે વિશ કરતાં હરભજન સિંહે લખ્યું કે, હેપી બર્થ ડે અમિત મિશ્રા, ભગવાન તને આશીર્વાદ આપે. આ વર્ષે તારા લગ્ન થઈ જાય તેવી દુઆ માગુ છું. દોસ્તો કોઈ ઘરેલું છોકરી હોય તો બતાવજો, ભાઈનાં લગ્ન કરાવવાના છે.

અમિત મિશ્રાને જન્મદિનની શુભેચ્છા આપતાં હરભજન સિંહની આ ટ્વીટ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. તેનાં પ્રશંસકોએ ભજ્જીની આ ફિરકી પર મજેદાર કોમેન્ટ કરી છે. તો અનેક લોકોએ અમિત મિશ્રા માટે સારી છોકરી શોધી આપવાનો દાવો પણ કર્યો હતો.