નવી દિલ્હીઃ ભારતીય સ્પિનર હરભજન સિંહે બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પસંદગી સમિતિને બદલવાની માંગ કરી છે. હરભજનસિંહે સંજૂ સૈમસનની ટીમમાંથી બહાર કરનારા સિલેક્શન સમિતિના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. હરભજન સિંહ કહ્યું કે, મને લાગે છે કે પસંદગીકર્તાઓ સંજૂ સૈમસનની ધીરની ક્ષમતાની પરીક્ષા લઇ રહ્યા છે. હવે પસંદગીકર્તાના પદ પર દિગ્ગજ લોકોની જરૂર છે. આશા છે કે દાદા આ જરૂરિયાત પુરી કરશે.


વાસ્તવમાં સિલેક્શન કમિટીએ બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝમાં સંજૂ સૈમસનને વિરાટ કોહલીના આરામ લેવા પર ટીમમાં સ્થાન આપ્યું હતું પરંતુ તેને એક પણ મેચ રમાડી નહોતી. પરંતુ સિલેક્શન કમિટીએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ડિસેમ્બરમાં રમાનારી વન-ડે અને ટી-20 સીરિઝ માટે સંજૂ સૈમસનને ટીમમાંથી બહાર કરી દીધો હતો. હરભજનસિંહે કહ્યું કે, મને લાગે છે કે તે તેનું દિલ જોઇ રહ્યા છે. પસંદગી સમિતિમાં ફેરફાર થવો જોઇએ. ત્યાં મજબૂત લોકોની જરૂર છે. આશા છે કે દાદા સૌરવ ગાંગુલી એવું કરશે.