મુંબઈ: ક્રિકેટર હરભજન સિંહે પોતાના લાઈટ બિલને લઈને એક ટ્વીટ કર્યું છે. હરભજન સિંહનું આ ટ્વિટ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. ભજ્જીએ પોતાનું લાઈટ બિલ જોઇને પરેશાન છે અને તેણે ટ્વિટર પર ફરિયાદ કરી છે.

હરભજન સિંહનાં ઘરનું લાઈટ બિલ 33,900 રૂપિયા આવ્યું છે. હરભજન સિંહે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કર્યું છે. તેણે ટ્વિટમાં લખ્યું - આટલુ બિલ આખા મહોલ્લાનું લગાવી દીધુ કે શું ? આ પછી , તેમણે પોતાનું બિલ મેસેજ કર્યું , પછી લખ્યું - સામાન્ય બિલ કરતા 7 ગણુ વધારે છે ??? વાહ



ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી લોકોનાં ઘરે લાઈટ બિલ વધુ આવી રહ્યા છે. બોલીવૂડ હસ્તીઓએ પણ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. તાપસી પન્નુ , હુમા કુરેશી જેવી અનેક બોલિવૂડની હસ્તીઓએ પણ વધેલા લાઈટ બિલ અંગે ટ્વિટ કર્યું હતું.