નવી દિલ્હી: પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિક ઘણીવાર તેના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. પણ આ વખતે ભારતીય ક્રિકેટરે તેની હાંસી ઉડાવી છે. ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હરભજન સિંહે UNGAમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આપેલા ભાષણ પર કરેલી વીણા મલિકની ટિપ્પણીને લઈ મજાક ઉડાવી છે.



વીણા મલિકે ઇમરાન ખાનના સમર્થનમાં લખ્યું હતું કે- “વડાપ્રધાન ઇમરાન ખાને પોતાની સ્પીચમાં શાંતિની વાત કરી છે. તેઓએ તે ખોફનાક દ્રશ્યની વાત કરી છે જે કર્ફ્યૂ હટ્યા બાદ જોવા મળી, તેઓએ સ્પષ્ટ રીતે પોતાની વાત જણાવી ના કે ધમકી આપી.  શું આપને અંગ્રેજી સમજ નથી આવતી ? ”.  વીણાએ પોતાના ટ્વિટમાં surelyની જગ્યાએ surly લખ્યું, જેને લઈ હરભજન સિંહે મજાક ઉડાવી હતી.


હરભજનસિંહે વીણાની હાંસી ઉડાવતા લખ્યું કે “surly થી તમારો અર્થ શું છે. લો જુઓ આવી અંગ્રેજી, બીજી વખત અંગ્રેજીમાં કંઈક લખતા પહેલા એકવાર વાંચી લેજો. ભજ્જીના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર વીણાની ખૂબ મજાક ઉડી રહી છે.”


વાસ્તવમાં હરજભન સિંહે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી(UNGA)માં ઇમરાનની સ્પીચને કડક શબ્દોમાં નિંદા કરતા લખ્યું હતું કે. યુએનજીએના ભાષમાં ભારત વિરુદ્ધ ન્યૂક્લિયર લડાઈના સંકેત આપવામાં આવ્યા. એક મુખ્ય વક્તાના નાતે ઇમરાન દ્વારા ‘ખૂની સંઘર્ષ’, ‘અંત માટે લડઈ’  જેવા શબ્દોનો પ્રયોગ બે દેશો વચ્ચે માત્ર નફરતને પ્રોત્સાહન આપે છે. એક ખેલાડી હોવાના નાતે મને તેમની પાસે શાંતિને પ્રોત્સાહન આપવાની આશા હતી.