નવી દિલ્હીઃ આઈપીએલ ફાઈનલમાં મુંબઈ ઇન્ડિયન્સ વિરૂદ્ધ સીએસકે ત્યાં સુધી જીતતી જોવા મળી રહી હતી જ્યાં સુધી મેદાન પર વોટ્સન રમી રહ્યા હતા. તેના રન આઉટ થયા બાદ મુંબઈ ઇન્ડિયન્સે વાપસી કરી અને એક રતનથી ખિતાબ જીતી લીધો. શેન વોટ્સની એ શાનદાર ઇનિંગને લઈને એક મોટો ખુલાસો થયો છે, જેના વિશે જાણીને મુબંઈ ઇન્ડિયન્સના ફેન્સ પણ આ બેટ્સમેનના વખાણ કરશે.




મેચમાં એક રન લેવા દરમિયાન તેમના ગોઠણ ઈજા થઈ હતી અને તે લોહી લુહાણ થઈ ગયા હતા. તેમ છતાં તેમમે 59 બોલરમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 80 રન ફટકાર્યા હતા.



મેચ ખત્મ થયા બાદ તેના ગોઠણમાં છ ટાંકા લેવા પડ્યા હતા. તેનો ખુલાસો સીએસકેના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે કર્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર શેન વોટ્સનને ઈજાગ્રસ્ત થયાની તસવીર શેર કરી હતી.


તેણે પોતાના સોશિયલ એકાઉન્ટ પર લખ્યું- શું તમને ગોઠણમાં લોહી દેખાઈ રહ્યું છે. મેચ બાદ તેને છ ટાંકા લેવા પડ્યા. તેણે આ ઈજા રન લેવા સમયે ડાઈવ કરતાં સમયે થઈ હતી, પરંતુ તેણે કોઈને પણ કહ્યા વગર બેટિંગ ચાલુ રાખી. ભજ્જી દ્વારા જારી કરવામાં આવેલ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.