નવી દિલ્હીઃ આઈપીએલના ઈતિહાસમાં એવી અનેક ઘટનાઓ બની જેનાથી ભારતિય ક્રિકેટ ગૌરવ અનુભવી શકે, પરંતુ કેટલીક ઘટનાઓ એવી પણ બની જે શરમજનક હતી. 2008માં હરભજન સિંહ અને શ્રીસંસતના થપ્પકાંડથી રમત જગત હચમચી ગયું હતું. જોકે આ ઘટનાને હવે 12 વર્ષ થઈ ગયા છે. પરંતુ આજે પણ મેદાન પર ઘટેલ એ ઘટનાની યાદ જીવીત છે. આઈપીએલની પ્રથમ સીઝનમાં બનેલ આ ઘટનાથી બન્ને ખેલાડીઓના સંબંધ પણ તૂટી ગયા હતા.

જોકે આ ઘટાનાના આટલા વર્ષો ભારત ભારતના અનુભવા બોલર હરભજને શ્રીસંતને જન્મદવિસના શુભેચ્છા પાઠવી છે. શ્રીસંસત 6 ફેબ્રુઆરીએ 36 વર્ષના થઈ ગયા છે. આ અવસર પર સ્પિનલ હરભજને તેને અભિનંદન પાઠવતા કહ્યું કે, શેંટા તને જન્મદિવસના અભિનંદન અને આ વર્ષ તારા માટે શાનદાર રહે.


શ્રીસંતે આને રીટ્વીટ પણ કરી. તેણે સાથે જ લખ્યું, ‘ભજ્જી પા, ખૂબ ખૂબ આભાર. પ્રેમ અને સન્માન હંમેશાં, તમારા પરિવાર માટે ખૂબ બધો પ્રેમ, ધ્યાન રાખો અને ધમાલ મચાવતા રહો.’


એપ્રિલ 200માં હરભજન અને શ્રીસંત તે સમયે ન્યૂઝમાં આવ્યા હતા જ્યારે સ્પિનરે મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેની મેચ દરમિયાન શ્રીસંતને તમાચો મારી દીધો હતો. જોકે, બાદમાં બંનેએ કહ્યું હતું કે, તેઓ આ વિવાદને સંપર્ણ રીતે ભૂલાવી ચૂક્યા છે.

એક ઈવેન્ટ દરમિયાન હરભજને કહ્યું હતું કે, ‘અમારા બંને વચ્ચે એક વાત પર ઝઘડો થઈ ગયો હતો પણ અમે તે જ રાતે તેને ભૂલાવી દીધો. એવું બિલકુલ નથી કે અમે એકબીજા સાથે વાત નથી કરતા.’