નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ બાદ હવે તેના સાથી ખેલાડી હરભજન સિંહ પણ ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. ભજ્જી તામિલ ફિલ્મોમાં ડેબ્યૂ કરશે.

ટર્બનેટરના નામથી જાણીતો થયેલો સ્પિનર હરભજન સાઉથના ફેમસ એક્ટર સંતાનમની ફિલ્મમાં કામ કરશે. ભજ્જીએ ફિલ્મનુ પૉસ્ટર પણ શેર કર્યુ છે, આ ફિલ્મનુ નામ 'ડિકીલૂના' છે.


હરભજને પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ 2016માં (ટી20) રમી હતી, ત્યારબાદથી તે ક્રિકેટના ગ્રાઉન્ડ પરથી ગાયબ છે. જોકે, ઇન્ડિયન પ્રીમિયર લીગ જરૂર રમી રહ્યો છે. ભજ્જીએ ક્રિકેટ સિવાય હવે બીજી ઇનિંગ શરૂ કરી દીધી છે.





આ ફિલ્મ અંગે તામિલ ફિલ્મ નિર્માતાઓએ મંગળવારે એક જાહેરાતમાં કહ્યું કે, 'હજભજન સિંહનો ફિલ્મમાં મુખ્ય રૉલ છે.'... ભજ્જીએ પણ તામિલ ફિલ્મ નિર્માતાઓનો આભાર માન્યો હતો. ભજ્જીએ ટ્વીટ કરીને લખ્યું કે- 'તામિલનાડુની ધરતી પરથી થલઇવર, થાલા અને થલપતિ નીકળ્યા છે.'.. ભજ્જીનો ઇશારો સુપરસ્ટાર રજનીકાંત, અજીત અને વિજય તરફ હતો.