'50 લાખની વસ્તીવાળો દેશ વર્લ્ડકપ ફાઇનલ રમે છે, જ્યારે આપણે હિન્દુ-મુસ્લિમ' જાણો કયા ક્રિકેટરે રાજકારણ પર કર્યો કટાક્ષ
ક્રોએશિયાને ફાઇનલમાં રમવાને લઇને હરભજને એક ટ્વીટ કર્યું, જેમાં તેમને કહ્યું કે ક્રોએશિયા ફૂટબૉલની ફાઇનલ રમી ગયું અને આપણે 135 કરોડ ભારતીય હિન્દુ-મુસ્લિમ રમી રહ્યાં છીએ. કાલે રમાયેલી ફાઇનલમાં ક્રોએશિયને ફાન્સના હાથે હાર મળી, પણ ક્રોએશિયાના જબરદસ્ત સંઘર્ષની કહાનીથી લોકો પ્રભાવિત થઇ રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફ્રાન્સની સાથે સાથે ક્રોએશિયાને પણ અભિનંદન પાઠવ્યા છે. મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘’એક ખાસ મેચ, ફ્રાન્સને ફિફા વર્લ્ડકપ જીતવા માટે અભિનંદન. આખી ટૂર્નામેન્ટ ખાસ કરીને ફાઇનલમાં તેમને શાનદરા રમત બતાવી. સાથે હું ક્રોએશિયાની ટીમને ઉત્સાહથી ભરેલી રમતને લઇને શુભેચ્છા પાછવું છું, તેમને વર્લ્ડકપમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યુ છે.’’
ફાઇનલ પહેલા હરભજને ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘’લગભગ 50 લાખની વસ્તીવાળો નાનો અમથો દેશ ક્રોએશિયા ફૂટબૉલ વર્લ્કકપની ફાઇનલ રમશે અને આપણે 135 કરોડ ભારતીય હિન્દુ-મુસ્લિમ રમી રહ્યાં છીએ, વિચાર બદલો દેશ બદલાશે.’’
નવી દિલ્હીઃ ગઇકાલે રાત્રે ફૂટબૉલ ફિફા વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાઇ, જેમાં ફ્રાન્સે ક્રોએશિયાને હરાવીને ટાઇટલ કબ્જે કરી લીધુ. બન્ને દેશોને દુનિયાભરમાંથી સમર્થન અને શુભેચ્છાઓ મળી છે. ભજ્જીના નામતી જાણીતા ફેમસ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે ફિફા વર્લ્ડકપના બહાને રાજકારણ પર મોટી હુમલો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -