પરિણીતિ ચોપરાના ટ્વિટને હાર્કિદ પંડ્યાએ આપ્યો જવાબ, ટ્વિટર યુઝર્સે લીધી મજા
બન્નેના આ ટ્વિટર કન્વર્ઝેશન પછી ટ્વિટર યુઝર્સે ખૂબ મજા લીધી હતી. એક યુઝર્સે લખ્યું હતું કે આ છોકરો હિરોઇન પર લટ્ટૂ થઇ ચૂક્યો છે. તારી રમત પર ધ્યાન આપ ભાઇ. આ જ રીતે લોકોએ બન્નેની ટ્વિટ પર ખૂબ પ્રતિક્રિયાઓ આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ ભારતીય ખેલાડી શ્રીલંકાના પ્રવાસ પર છે. જ્યાં બન્ને ટીમ વચ્ચે પાંચ વન ડે અને એક ટી 20 રમાશે. વન ડે સીરિઝમાં ભારતે શ્રીલંકાને 5-0થી વ્હાઈટવોશ કર્યું છે. હાર્દિક પંડ્યાએ ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કર્યું છે. જોકે, હાર્દિક પંડ્યાએ પરિણીતીને ટ્વિટ કરતાં યુઝર્સે તેની ફિરકી લીધી હતી.
પરિણીતી ચોપરાએ એક સાઇકલની તસવીર ટ્વિટ કરી હતી.જેમાં તેણે લખ્યું હતું કે,’અમેઝિંગ પાર્ટનર સાથે એક પર્ફેક્ટ ટ્રિપ, લવ ઇઝ ઇન ધ એર’ હાર્દિક પંડ્યાએ આ ટ્વિટનો જવાબ આપતા લખ્યું હતું કે, “શું હું અનુમાન લગાવી શકું છું.? લાગે છે કે આ બીજી બોલિવૂડ અને ક્રિકેટની લિંક છે. જોકે, ફોટો સારો આવ્યો છે.” તો હાર્દિકને જવાબ આપતા પરિણીતીએ લખ્યું કે હોય પણ શકે છે અને નહીં પણ. આ જ ફોટોમાં ક્લૂ છે.
નવી દિલ્હીઃ પોતાના સ્ટાઈલિશ લુક માટે જાણીતા ટીમ ઇન્ડિયાના સ્ટારી ખેલાડી હાર્દિક પંડ્યા હંમેશા ચર્ચામાં રહે છે. પછી તેની બેટિંગ હોય કે બોલિંગ દરેક સમયે તેણે પોતાની પ્રતિભા સાબિત કરી છે. હાલમાં ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસ પર છે. હાર્દિક પંડ્યા પણ ટીમની સાથે છે. પંડ્યા ક્રિકેટની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે. હાલમાં તેમનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -