નોટબંધીને લઈને RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કર્યો મહત્ત્વનો ખુલાસો, જાણો
રાજને નોંધ્યું હતું કે તેમના કાર્યકાળમાં કોઇ પણ તબક્કે નોટબંધી અંગે રિઝર્વ બેન્કની સલાહ લેવાઈ હતી, પરંતુ વલણ સ્પષ્ટ કરવાનું કહેવાયું ન હતું. તેમણે કહ્યું કે હાલના સમયે નોટબંધીથી સફળતા મળી તેવું ચોક્કસપણે ન કહી શકાય. સરકારે ફેબ્રુઆરી ૨૦૧૬માં નોટબંધી અંગે તેમના અભિપ્રાયો માગ્યા હતા અને રાજને મૌખિક રીતે તેમનો જવાબ આપ્યો હતો. જોકે રાજને આર્થિક નુકસાન અંગે જાણ કરી નહતી. તેમણે લખ્યું હતું કે મુખ્ય હેતુઓ સિદ્ધ કરવા માટે અનેક વિકલ્પો પણ હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઠ નવેમ્બરે રૂપિયા ૧૦૦૦ અને ૫૦૦ની નોટ બંધ કરી દેવાનો નિર્ણય લઇને દેશને આંચકો આપ્યો હતો. તેમણે કાળાં નાણાં પર ‘સર્જિકલ સ્ટ્રાઇક’ ગણાવી હતી. જોકે રિઝર્વ બેન્કના તાજેતરના આંકડામાં જણાવાયું છે કે બંધ થયેલી ૯૯ ટકા નોટો બેન્કોમાં પાછી આવી ગઇ છે. જોકે તેની વિપરીત અસર અર્થતંત્રને થઇ છે. જીડીપીનો દર ઓક્ટોબરથી ડિસેમ્બરના સાત ટકાથી ઘટીને એપ્રિલથી જૂનમાં ૫.૭ ટકા થયો છે.
રાજને તેમના તાજેતરના પુસ્તક ‘આઇ ડુ વ્હોટ આઇ ડૂ: ઓન રિફોર્મ, રીટોરિક એન્ડ રિઝોલ્વ’માં પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. તેમણે કહ્યું છે કે પૂરતી તૈયારી વગર નોટબંધીનો અમલ કરવાથી કેવી સમસ્યા થઈ શકે છે તે અંગે તેમણે સરકારને વાકેફ કરી હતી અને ચેતવી હતી.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરમરાજને કહ્યું કે, તેમણે સરકારને નોટબંધીના લાંબાગાળના ફાયદા પર નજીકના ભવિષ્યમાં થનારું નુકસાન હાવી થઈ જશે તેને લઈને ચેતવણી આપી હતી. રાજને કહ્યું કે, તેમણે કાળાનાણાંને સિસ્ટમમાં લાવવાના ઉદ્દેશ પાર પાડવા અન્ય રીત પણ સૂચવી હતી. રાજને કહ્યું કે, તેમણે ફેબ્રુઆરી 2016માં મૌખિક રીતે પોતાની સલાહ આપી અને બાદમાં આરબીઆઈએ સરકારને એક નોટ આપી જેમાં લેવામાં આવનારા જરૂરી પગલા અને તેની સમયમર્યાદાનો સંપૂર્ણ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -