નવી દિલ્હી: ટીવી શો કોફી વિથ કરણમાં મહિલાઓ પર વિવાદિત ટિપ્પણી કરવાના મામલે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને દંડ ફટકાર્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડેના લોકપાલની લોકપાલ કમિટિએ બન્નેને 20-20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.



બીસીસીઆઈના લોકપાલ ડીકે જૈને  તેઓને ડ્યૂટી પર શહિદ થનારા અર્ધસૈનિક દળોના 10 જવાનોના પરિવારને એક-એક લાખ રૂપિયા આપવા કહ્યું છે. સાથે બ્લાઈન્ડ ક્રિકેટ એસોશિએશનના ફંડમાં 10 લાખ રૂપિયા જમાં કરવાનો આદેશ આપ્યો છે.


નોંધનીય છે કે ટીવી શૉ 'કૉફી વિથ કરણ'માં હાર્દિક પંડ્યા પોતાના સાથી ખેલાડી લોકેશ રાહુલ સાથે આવ્યો હતો. શૉ દરમિયાન હૉસ્ટ કરણ જોહરે બન્ને ખેલાડીઓને તેની પ્રાઇવેટ લાઇફ વિશે પુછ્યુ હતુ. હાર્દિકે તે સમયે મહિલાઓ પર કેટલીક અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. તેના બાદ હાર્દિક પટેલની ભારે ટીકા થઈ હતી. અને આ મામલે બીસીસીઆઈએ તપાસના આદેશા આપ્યા હતા.

આ પણ વાંચો...

38 વર્ષની ઉંમરે આ ઓલરાઉન્ડર ક્રિકેટરનું થયું નિધન

વર્લ્ડકપની ટીમમાં નથી મળ્યું સ્થાન, હવે ઈંગ્લેન્ડ જવા માટે આ ખેલાડીએ BCCI પાસે માંગી મંજૂરી

આ ખેલાડીએ હેલિકોપ્ટર શોટ માર્યા પછી ધોનીના રૂમમાં જઈને પુછ્યું- કેવો લાગ્યો? જાણો ધોનીએ શું આપ્યો જવાબ......