નવી દિલ્હીઃ સ્કોટલેન્ડની ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કોન દે લોંજનું શુક્રવારે નિધન થઈ ગયું છે. તે 38 વર્ષના હતા અને લાંબા સમયથી બ્રેઇન ટ્યૂમરથી પીડિત હતા. સ્કોટલેન્ડ ક્રિકેટે પોતાના ટ્વીટર હેન્ડલ મારફતે આ વાતની જાણકારી આપી છે.
સાઉથ આફ્રીકામાં જન્નેલ લોંજે સ્કોટલેન્ડ માટે કુલ 21 ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે. 2015માં તેણે આયરલેન્ડ વિરૂદ્ધ ટી20 મેચની સાથે દેશ માટે ડેબ્યૂ કર્યું હતું.
લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ સ્પિનરે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 60 રન આપીને પાંચ વિકેટ લીધી હતી અને તેના જોરે જ સ્કોટલેન્ડે પ્રથમ વખત કોઈ ફુલ મેમ્બર વિરૂદ્ધ વનડેમાં જીત મેળવી હતી.
ઓક્ટોબર 2018માં લોંજના પરિવારે તેને બ્રેઇન ટ્યૂમર હોવાની જાણકારી જાહેર કરી હી. પરિવારે લોંચની સારવાર માટે બ્રેઇન ટ્યૂમર ચેરેટીના માધ્યમથી રકમ મેળવવાનું શરૂ કર્યું હતું. ક્રિકેટ સ્કોટલેન્ડના અધ્યક્ષ ટોની બ્રાયને લોંચના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.