આ ગુજરાતી ક્રિકેટરે ટ્રોલ થવા પર માગી માફી, કોહલીને ગણાવ્યો હતો સચિન કરતાં સારો ખેલાડી...
રૈપિડ ફાયર રાઉન્ડમાં હાર્દિક પંડ્યાને અનેક સવાલ પૂછવામાં આવ્યા હતા. હાર્દિક પંડ્યાએ પોતાના ક્રશ, પાર્ટી, બોલિવૂડ, લાઈફસ્ટાઈલ અને ક્રિકેટ સાથે જોડાયેલ અનેક સવાલોના જવાબ આપ્યા હતા. નોંધનીય છે કે, હાર્દિક પંડ્યા આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમે છે. આ ટીમના મેન્ટર સચિન તેંડુલકર છે. તેને જોતા ફેન્સે તેના પર ગુસ્સો ઠાલ્વોય અને માફી માગવા કહ્યું હતું.
હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે અને વનડે સીરીઝ રમતો જોવા મળશે. હાર્દિક પંડ્યાએ પોતાના નિવેદનને લઈને ભારતીય ક્રિકેટ ફેન્સની માફી માગી છે. તેણે ટ્વિટર લખ્યું- ‘કોિ વીધ કરણમાં મારા નિવેદન પર હું એ લોકો માફી માગું છું. જેને મારા નિવેદનથી દુખ થયું હતું. શોના નેચર પ્રમાણે મેં જવાબ આપ્યા. હું કોઈના સેન્ટીમેન્ટ હર્ટ કરવા માગતો ન હતો અને કોઈને અપમાનિત કરવા માગતો હતો.’
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ જાણીતા ટીવી શો કોફી વિધ કરણમાં વિરાટ કોહલીને સચિન તેંડુલકર કરતાં સારો ગણાવ્યો હતો. ત્યાર બાદ ક્રિકેટ ફેન્સે તેને ટ્રોલ કર્યો હતો. લોકોએ હાર્દિક પંડ્યાની ખૂબ મજાક ઉડાવી. શોના હોસ્ટ કરણ જૌહરે જ્યારે સવાલ પૂછ્યો કે સચિન તેંડુલકર અથવા વિરાટ કોહલીમાં કોણ સારું છે. હાર્દિક પંડ્યાએ તરત જ વિરાટ કોહલીનું નામ લીધું. ત્યાર બાદ ફેન્સે તેને ખૂબ ટ્રોલ કર્યો અને તેના પર ગુસ્સો ઠાલવ્યો.