નવી દિલ્હીઃ હાર્દિક પંડ્યા હંમેશા મીડિયામાં છવાઈ જાય તેવા ખેલાડી છે. ક્રિકેટથી દૂર પોતાની અંગત લાઈફથી પણ હાર્દિક પંડ્યા ખુબ ચર્ચાનો વિષય બની રહ્યો છે. ક્રિકેટથી દૂર હાર્દિક પંડ્યા પોતાની લવ-લાઈફને ખુબ મન ભરીને એન્જોય કરી રહ્યા છે. મીડિયા રીપોર્ટ અનુસાર હાલમાં હાર્દિક પંડ્યા બોલીવૂડની ડાન્સર, અભિનેત્રી અને મોડલ નતાશા સ્ટેન્કોવિકને ડેટ કરી રહ્યો છે. આ વાતનો ખુલાસો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલ તસવીરથી થાય છે.


હાર્દિક પંડ્યાએ હાલમાં પોતાનો એક ફોટો શેર કર્યો છે જેમાં તે લાલ રંગનાં શર્ટમાં દેખાઈ રહ્યા છે, હાર્દિક પંડ્યા પોતાની નવી કાર Lamborghini Huracan Evoમાં નજરે પડી રહ્યા છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે Red-dey.set.go...હવે આપને જણાવી દઈએ કે આ કારમાં હાર્દિક પંડ્યા એકલા નથી તેમની સાથે કોઈ બીજું પણ હતું આ વાત ની ખાતરી તેમની સાથે બેઠેલી વ્યક્તિના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી થાય છે.


આ ફોટા ઉપર કેટલાક પ્રશંસકોએ કહ્યું છે કે આ તો હાર્દિકની ગાડી છે. પ્રશંસકોએ નતાશાની ફોટોમાં એક સાઇડ પણ પકડી લીધી છે, જ્યાં કોઈનો હાથ દેખાઈ રહ્યો છે. લોકોનું માનવું છે કે બીજી સીટ ઉપર પંડ્યા હતો. જોકે તેનો આ ફોટો એ વાતની પૃષ્ટી કરતો નથી કે બંને એક સાથે છે.



ઘણા સમયથી બંનેના સંબંધોને લઈને અફવાઓ ઉડી રહી છે. જે કારણે ગાડીની બીજી સીટ પર તેની સાથે પંડ્યાને માનવામાં આવે છે. ઘણી વખત હાર્દિક પંડ્યા અને નતાશાના લગ્નના સમાચાર પણ બહાર આવ્યા હતા. એવા પણ સમાચાર હતા કે પંડ્યાએ આ વર્ષે બોલિવૂડ અભિનેત્રીને પોતાના પરિવાર સાથે મુલાકાત કરાવી હતી. આ સિવાય બંને મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર નિકળતા જોવા મળ્યા હતા. એમ માનવામાં આવે છે કે અભિનેત્રી નતાશા પોતાના સંબંધને લઈને ઘણી ગંભીર છે. જોકે હાર્દિકનું નામ આ પહેલા અભિનેત્રી ઉર્વશી રોતૈલા અને ઇશા ગુપ્તા સાથે જોડાયું હતું.