નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સર્બિયન મૉડલ અને એક્ટ્રેસ નતાશા સાથે સગાઈ કરી લીધી છે. હાર્દિકે નવા વર્ષના પહેલા દિવસે ગર્લફ્રેન્ડ નતાશા સાથે સગાઈ કરી છે. જેની તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ પહેલા બન્ને વચ્ચે અફેર હોવાની ખૂબ ચર્ચા ચાલી હતી. જો કે હવે પંડ્યાએ સગાઈ કરીને પોતાના રિલેશન અંગે ખુલાસો કરી દીધો છે.

હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીર શેર કરી હતી. જેમાં નતાશા હાર્દિક સાથે સગાઈની વીંટી પહેરેલી નજર આવી રહી છે. તસવીર શેર કરીને હાર્દિકે લખ્યું કે, “મે તેરા તૂ મેરી જાને સારા હિંન્દુસ્તાન”.


ફોટોમાં નતાશા એંગેજમેન્ટ રિંગ બતાવી રહી છે. દરિયા વચ્ચે ક્રૂઝ પર સગાઈ કર્યા બાદ બંને ઘણા ખુશ લાગતા હતા. હાર્દિકે ફોટાની સાથે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં બંને ડાંસ કરતા નજરે પડે છે. નતાશાએ પણ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સગાઈનો ફોટો અને વીડિયો શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે, હંમેશા માટે હા. વીડિયોમાં હાર્દિક નતાશાને પ્રપોઝ અને કિસ કરતો નજરે પડે છે.




 


તસવીરમાં હાર્દિક અને નતાશા કોઈ દરિયા કિનારે બેસેલા નજરે પડી રહ્યાં છે. આ ઉપરાંત હાર્દિકે એક રોમેન્ટિક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં દરિયા વચ્ચે ક્રૂઝ પર નતાશા સાથે ડાન્સ કરતા નજર આવી રહ્યાં છે. ફિલ્મી અંદાજમા નતાશાને હાર્દિકે પ્રપોઝ પણ કર્યું હતું. હાર્દિક અને નતાશાના ફેન્સ તેમને અભિનંદન પાઠવી રહ્યાં છે. આ બન્નેની સગાઈની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

આ પહેલા હાર્દિક પંડ્યાએ અભિનેત્રી અને મોડલ નતાશા સ્ટાનકોવિચની સાથે એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં હાર્દિક પંડ્યા નતાશાનો હાથ પકડેલો જોવા મળ્યો હતો. બન્નેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.


હાર્દિક પંડ્યાએ તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે, મારા ફાયરવર્કની સાથે નવા વર્ષની શરૂઆત. તેની સાથે જ હાર્દિકે હાર્ટનું ઈમોજી પણ બનાવ્યું હતું. તસવીર પોસ્ટ કરતાં જ ચાહકોએ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું અને અભિનંદન પાઠવી રહ્યાં હતાં.