મુંબઇઃ ઓસ્ટ્રેલિયા સામેની ઘરેલુ ટી20 અને વનડે સીરીઝમાંથી ઇજાના કારણે બહાર થયેલો ટીમ ઇન્ડિયાનો ધૂરંધર ખેલાડી - હાર્દિક પંડ્યા હવે ફીટ થઇ ગયો છે. મંગળવારે અહીં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની પોતાની ટીમ મુંબઇ ઇન્ડિયન્સના પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો.
હાર્દિક પંડ્યાને પીઠના નીચેના ભાગે નસો ખેંચાઇ ગઇ હતી. જેના કારણે તેની જગ્યાએ ટીમમાં રવિન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયાનો તાકતવર ઓલરાઉન્ડર છે, તેને 11 ટેસ્ટ, 45 વનડે અને 38 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.