વર્લ્ડ ઇલેવન ટીમમાંથી બહાર થયો આ ગુજરાતી ક્રિકેટર, જાણો કોને મળ્યું સ્થાન
આ ટીમમાં ભારત વતી દિનેશ કાર્તિક પણ સામેલ છે. વર્લ્ડ ઇલેવનમાં ભારત, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનના 2-2 તથા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાનો 1-1 ખેલાડી સામેલ કરવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મેચની થનારી કમાણી વેસ્ટ ઇન્ડીઝમાં ગત વર્ષે તોફાનથી ક્ષતિગ્રસ્ત થયેલા સ્ટેડિયમના પુનનિર્માણમાં કરવામાં આવશે. પંડ્યા વાયરલ ઇન્ફેક્શનના કારણે ટીમમાંથી હટી ગયો છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઇંગ્લેન્ડના લોર્ડ્સ મેદાન પર રમાનારી વિશેષ ટી-20માંથી પોતાનું નામ પરત લઈ લીધું છે. પંડ્યાના સ્થાને ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો વર્લ્ડ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આઈસીસી દ્વારા માન્યતા પ્રાપ્ત આ મુકાબલો 31 મેના રોજ વેસ્ટ ઇન્ડીઝ સામે લોર્ડ્સમાં રમાશે.
આઈસીસી વર્લ્ડ ઈલેવન ટીમ આ પ્રકારે છેઃ ઈયોન મોર્ગન (ઇંગ્લેન્ડ), શાહિદ આફ્રિદી (પાકિસ્તાન), તમીમ ઇકબાલ (બાંગ્લાદેશ), દિનેશ કાર્તિક (ભારત), રાશિદ ખાન (અફઘાનિસ્તાન), સંદીપ લામિચાને (નેપાળ), મિશેલ મેકલેનગન (ન્યૂઝીલેન્ડ), શોએબ મલિક(પાકિસ્તાન), થિસારા પરેરા (શ્રીલંકા), લ્યૂક રોન્ચી (ન્યૂઝીલેન્ડ), આદિલ રાશિદ (ઇંગ્લેન્ડ), મોહમ્મદ શમી (ભારત).
- - - - - - - - - Advertisement - - - - - - - - -