....તો હાર્દિક પંડ્યાને નંબર 4 પર ઉતારવાનો નિર્ણય કોહલીનો નહીં પણ આ દિગ્ગજે લીધો
મેચ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, હાર્દિક પંડ્યાને બેટિંગ ક્રમમાં આગળ મોકલવાનો નિર્ણય મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો હતો જેનો ઘરેલુ ટીમને ફાયદો મળ્યો અને ત્રીજી વડનેમાં ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવીને સીરીઝ પોતાના નામે કરી હતી. પંડ્યાને આગળ મોકલવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો હતો કારણ કે સ્પિનરો પર અટેક કરી શકે.
ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતરેલ પંડ્યાએ 72 બોલમાં 78 રનની શાનદાર ઈનિંગ રમી હતી જેના કારણે ભારતે જીત માટે 294 રનનો ટાર્ગેટ પીછો કર્યો.
કોહલીએ પંડ્યાના વખાણ કરતાં તેને ટીમ માટે મહત્ત્વના ગણાવ્યા હતા. કોહલીએ મેચ બાદ કહ્યું કે, હું આ જીતથી ખૂબ જ સંતુષ્ટ છું, હાર્દિક પંડ્યા સ્ટાર છે, જે બોલિંગ અને બેટિંગથી સારૂ પ્રદર્શન કરી શકે છે અને તે ફિલ્ડિંગ પણ સારી કરે છે. અમને આવા જ ખેલાડીની જરૂર હતી.
ઇન્દોરઃ ભારતીય ટીમે ઇન્દોર વનડેમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને 5 મેચની સીરીઝ પપર અજયે લીડ મેળવી લીધી છે. ભારત હવે સીરીઝમાં 3-0થી આગળ છે. ટીમ ઇન્ડિયાની આ જીતના હીરો રહેલ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, જેણે ચોથા નંબર પર આવીને ધમાકેદાર બેટિંગ કરી.