હાર્દિક પંડ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી દિકરાની તસવીર, જાણો શું લખ્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Aug 2020 01:12 PM (IST)
હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પોતાના દિકરાની પ્રથમ તસવીર શેર કરી છે. હાર્દિક પંડ્યાએ દિકરાને હાથમાં લઇને તેની પ્રથમ તસવીર શૅર કરી છે જેમાં તે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે.
મુંબઈ: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પિતા બની ગયો છે. હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પોતાના દિકરાની પ્રથમ તસવીર શેર કરી છે. હાર્દિક પંડ્યાએ દિકરાને હાથમાં લઇને તેની પ્રથમ તસવીર શૅર કરી છે જેમાં તે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ કેપ્શન લખ્યુ છે કે ભગવાનના આશિર્વાદ. આ સાથે જ તેણે નતાશા માટે પ્રેમ પણ જાહેર કર્યો છે. હાર્દિક પંડ્યાની પત્નિ નતાશાએ 30 જુલાઇએ દિકરાને જન્મ આપ્યો હતો. હાર્દિકે પિતા બનવાના સમચાર શેર કરતા સોશ્યલ મિડીયા પર ક્રિકેટરો, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો અને ફેન્સ તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નવા વર્ષ પર હાર્દિક પંડ્યાએ ખાસ અંદાજમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું. તેણે રિંગ પહેરાવીને નતાશાને પ્રપોઝ કર્યું હતું. બંને ખૂબ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. નતાશા ખૂબ સારી ડાન્સર અને મોડલ પણ છે. સત્યાગ્રહ ફિલ્મથી ડેબ્યુ કરનાર નતાશાએ બીગ બોસ અને નચ બલિયેમાં પણ ભાગ લીધો હતો. બાદશાહનું ફેમસ સોંગ ડીજે વાલે બાબુમાં પણ તે નજરે પડી હતી.