મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર તરીકે જાણીતા ગુજરાતના વડોદરાના હાર્દિક પંડ્યાએ ક્રિકેટર બનવા માટે ખૂબ સંઘર્ષ કર્યો છે. ક્રિકેટના ચાહકો પણ હાર્દિકના સંધર્ષ વિશે જાણે છે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના સંઘર્ષના દિવસોની એક જૂની તસવીર શેર કરી છે.  આ વર્ષો જુની તસવીરમાં હાર્દિક પંડ્યા ટ્રકમાં ઉભેલો જોવા મળે છે. હાર્દિક પંડ્યાએ લખ્યું, આ એ સમયની તસવીર છે જ્યારે લોકલ મેચ રમવા માટે હું ટ્રકમાં બેસીને જતો હતો. આ સફરે મને જીવનમાં ઘણુ બધું શિખવ્યું છે.  અત્યાર સુધીની ક્રિકેટ સફર અદભૂત રહી છે. આઈ લવ ધીસ સ્પોર્ટસ! હાર્દિક પંડ્યાની આ વર્ષો જૂની તસવીર સોશિયલ મીડિયમાં ફેન્સ વચ્ચે ખૂબ વાયરલ થઈ રહી છે.