ડૉ.આંબેડકર પર વિવાદિત ટ્વિટ મામલે હાર્દિક પંડ્યાએ શું કરી સ્પષ્ટતા, જાણો વિગત
પંડ્યાએ આ મુદ્દે ગુરુવારે નિવેદન આપતા કહ્યું કે, મીડિયામાં મે આજે આ રિપોર્ટ વાંચી કે મે ડૉ. ભીમરાવ આંબેડર પર વાંધાજનક ટ્વિટ કર્યું છે. હું સ્પષ્ટતા કરવા માગું છું કે મે ક્યાંય આવું ટ્વિટ કર્યું નથી. આ ટ્વિટ કઈ ફેક અકાઉન્ટ દ્વારા મારું નામ અને ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હું માત્ર મારું ઓફિશલ ટ્વિટર એકાઉન્ટ જ ઉપયોગ કરું છું
પંડ્યા સામે એફઆઇઆર નોંધવવા માટે કોર્ટ પહોંચેલા એડવોકેટ ડીઆર મેઘવાલે જણાવ્યું કે હાર્દિક પંડ્યાએ 26 ડિસેમ્બર 2017માં ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી. જેમાં બીઆર આંબેડકર માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હાર્દિક પંડ્યાએ કહ્યું કે, હું ડૉ. આંબેડર, ભારતીય સંવિધાન તથા તમામ સમુદાયનું સમ્માન કરું છું. હું આ પ્રકારની ટિપ્પણી નહીં કરી શકું કે જેનાથી સમુદાયની લાગણી દુભાઈ. કોઈ શરારતી તત્વએ મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે. હું કોર્ટમાં આ વાત રજૂ કરીશ કે આ ટ્વિટ એકાઉન્ટ મારું નથી અને મે કોઈ ટ્વિટ નથી કર્યું.
જો કે, આ મામલે ક્રિકેટર હાર્દિક પંડ્યા સામે જોધપુરની કોર્ટમાં SC-ST એક્ટ અંતર્ગત સોગંધનામુ રજૂ કરવામાં આવ્યું હતું. જે બાદ કોર્ટે પંડ્યા પર એફઆઈ નોંધવાનો આદેશ આપ્યો છે.
મુંબઈઃ ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા બાબાસાહેબ આંબેડકર સામે વિવાદિત ટ્વિટ કરવાને લઈને વિવાદોમાં ઘેરાયો છે. જોધપુરની એક કોર્ટે હાર્દિક પંડ્યા સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. જેને લઈને હાર્દિક પંડ્યાએ સ્પષ્ટતા કરી છે. પંડ્યાએ આંબેડકર પર આપત્તિજનક ટ્વિટ કરવાનો ઈનકાર કર્યો છે.